વ્યારા અને નિઝર વિધાનસભામાં ચુંટણી ફરજ પર રોકાયેલ વહિવટી તથા વિભાગ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન

Contact News Publisher

તાપી જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ૩૨૩ ચુંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત પોલિસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીધારી નોધાવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૩૦: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે આગામી ૭મી મે ના રોજ તાપી જિલ્લામાં મતદાન થનાર છે. ત્યારે તાપી જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે ગત તા.૨૯.૦૪.૨૦૨૪ પ્રથમ દિવસે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણી ફરજ પર રોકાયેલ અધિકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો મળી કુલ ૩૨૩ અધિકારી/કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

નોધનિય છે કે,ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓનું મતદાન કરવા માટે તરણકુંડ નગરપાલિકા,વ્યારા તેમજ ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે આદર્શ કુમારશાળા રેસ્ટ હાઉસની સામે સોનગઢ ખાતે ફેસીલીટેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other