ઉચ્છલના નારણપુર ખાતેથી વરલી મટકાના આંકો ઉપર જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ” નારણપુર ગામમા આવેલ અક્ષય હોટલની પાછળ આવેલ ખુલ્લી પડતર ખેતરાડીમા ઝાડ નીચે બેસી બે લોકો મુંબઈથી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગાર રમાડે છે” જે બાતમી આધારે એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી-(૧) ફીલીપભાઇ વીરસીંગભાઇ ગામીત ઉ.વ.૩૧ રહે.નારાણપુર ફળીયુ નારાણપુર ગામ તા.ઉચ્છલ જી.તાપી (૨) રમણભાઇ ગોવિંદભાઇ ગામીત ઉ.વ.૫૪ રહે.નારાણપુર ગામ બરડી ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી મુંબઈ થી નિકળતા વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમી/રમાડી બુકો નંગ-૦૨, તથા આંકો લખેલ કાપલીઓ નંગ-૨, તથા કાર્બન પેપર નંગ-૦૨ બોલ પેન નંગ-૦૧ તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦/- તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂ.૧૨,૧૯૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૭,૬૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ/ફર્લો સ્કોડના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other