માંગરોળમાં કોરોનાવાયરસ અંતર્ગત ઘર ઘર સર્વે કરી રેન્ડમ સેમ્પલ લેવાયા
કોરોના દર્દીને સેવા આપનાર વેરાકુઈ આરોગ્ય કેન્દ્રના બે કર્મચારીના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય કર્મચારીઓમા ખુશીનો માહોલ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના લવેટ અને વેરા કુઈ પાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી ઓ ની ટીમ દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત ઘર ઘર સર્વે કરી શંકાસ્પદ દ દી ઓનાં રેન્ડમ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.. કોરોનાવાયરસ સામે તકેદારીના પગલાંરૂપે વાંકલ. વેરા કુઈ અને લવે ટ પાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ કાર્યક્ષેત્રના ગામોમાં ધર ધર ફરી સર્વે કરી રહ્યા છે જેમાં તાવ સાથે શરદી ખાસી અને શ્વાસની તકલીફવાળા દર્દી મળી આવે તો કર્મચારીઓ જે તે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ને રિફ્ર ર કરે છે અને દ દી શંકાસ્પદ જણાય તો તેના સેમ્પલ લઇ સુરત સિવિલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.. જ્યારે આજે વેરા કુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા બે કર્મચારી મનોજ પારગે અને રાહુલ પટેલ ના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી આ બંને આરોગ્ય કર્મચારીઓ માંગરોળના વસરા વી ગામેથી મળી આવેલ પ્રથમ કોરોનાવાયરસ na દર્દી ની સ્થાનિક સ્તરે સેવા આપતા હતા જેથી મેડિકલ ઓફિસર દ્વારા ઉપરોક્ત બન્ને કર્મચારીઓ ના સેમ્પલ સુરત સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા પરંતુ બંને કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા