મોટામિયા માંગરોલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : જયારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન કરવામાં આવેલ હોય મોટામિયાં માંગરોલની ગાદી દ્વરા નોવલ કોરોના ( COVID- 19) મહામારીના સમયે જરૂરિયાતોને સમગ્ર લોકડાઉન દરમ્યાન સમયાંતરે આરંભથી નિરંતર સહાય કરવામાં આવી રહી છે,
માનવ સેવા, ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ નો સંદેશ આપતી મોટામિયાં માંગરોલ ની ઐતિહાસિક ગાદી( ખાનવાદા-એ-ચિશ્તીયા- ફરીદીયા-સાબિરીયા)ના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ આ ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિચર્ચ ફોઉન્ડેશન દ્વારા મોટામિયાં માંગરોલના મામલતદાર શ્રી મંગુભાઇ વસાવાને જરૂરિયાત મંદ લોકો માટે વિવિધ સામગ્રી સહિત ૧૦૦ અનાજની કીટ યુનુસભાઇ મીરઝા, તસ્લીમ ભાઇ, ગિરીશભાઇ પરમાર તથા અન્ય સ્વયંસેવકો હસ્તે તેમની હાજરીમાં આપવામાં આવેલ હતી. જે બદલ કચેરી દ્વારા ગાદીપતીનો સેવામાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકડાઉનની શરૂઆતથી જ ભરૂચ, વડોદરા, સુરત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિત જરુરી સહાય સ્વયં સેવકો દ્વારા પહોંચાડવામાં આવી હતી.
જનહિત માટે સરકાર દ્વારા લાેકડાઉનનો સમયગાળો ત્રીજી મે સુધી લંબાતા આ દરમ્યાન વિવિધ જિલ્લાઓમાં મહત્તમ લોકોને લાભ થાય એ આશયથી અનાજ કીટના વિતરણનું આયોજન ચાલી રહ્યું છે.
મોટામિયા માંગરોલના હાલના ગાદીપતિ – સજ્જાદાનશીન ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ પરિસ્થિતિને હળવી રીતે ન લેતા ગંભીરતા જાળવી તકેદારીના તમામ પગલા લઇ ઘરની બહાર નહીં નીકળી લોકડાઉનનું પાલન કરવા પણ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગાદી દ્વારા રેલ રાહત કેમ્પ, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, સર્વજાતિ સમૂહ લગ્ન, શિક્ષણમાં બાળકો માટે પ્રોત્સાહક સહાય, રક્તદાન કેમ્પ જેવા સમાજઉપયોગી કામો કરવામાં આવ્યા છે.