બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત ઓનલાઈન ક્વિઝનાં વિજેતા જાહેર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
સદર ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: રજનીબેન એચ. પટેલ (સાયણ સુગર પ્રા. શાળા), દ્વિતીય: ચેતનકુમાર એ. પટેલ (સાયણ પ્રા. શાળા), તૃતિય: દીપનાબેન એમ. પટેલ (કરમલા પ્રા. શાળા)
ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
