તાપી જિલ્લાના નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરોની ક્વોરનટાઇન તપાસ કરીને ઘરે રવાના કરવામાં આવ્યા

Contact News Publisher

 (મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર )  :નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરો પેટ ભરવા માટે રળવા વાલોડ બારડોલી તરફ મજૂરી કરવા માટે ગયા હતા. તે દરમ્યાન લોકડાઉન થઈ જતા ૧૭ મજૂરો ત્યાં રોકાય ગયા હતા.તે મજૂરો ૨૧ દિવસના લોકડાઉનમાં રોકાયા હતા. ૨૧દિવસના લોકડાઉન પૂર્ણ થતા જ બીજી તબક્કાનો લોકડાઉન શરુ થતાજ ૧૭ મજૂરોએ ત્યાંથી નીકળીને એમના વતન જવા માટે પગપાળે ચાલવાનું નિર્ણય લીધો હતો. એમના વતન જવા માટે ૧૭ મજૂરોએ પગપાળે ચાલતા ચાલતા સોનગઢ તાલુકાના નિશાના ગામે ૧૭ મજૂરો આવી પહોંચતા તમને રળવા વાલોડ બારડોલી વિસ્તારમાંથી નીકળીને પગપાળે ચાલતા ચાલતા ૩ દિવસ સોનગઢ તાલુકાના નિશાના ગામે આવી પહોંચતા. ૧૭ મજૂરોને નિશાના ગામના જિલ્લાના સામાજિક અગ્રણી શ્રી. રાજેશભાઈ ગામિતના માર્ગદર્શન હેઠળ, કીકાકૂઈ ગામના ઉપસરપંચ શ્રી. રોયસતનભાઈ ગામિત, આમજીના, સુધીરભાઈ, એલિસભાઈ, મહેશભાઈ તથા જી.પં. સભ્ય શ્રી. મતિ જયશ્રી બેન ગામીતે તમામ સહકાર કરીને તેમજ આરોગ્ય તપાસની ટીમ બોલાવીને ૧૭ મજૂરોને કોરોનટાઇનના તપાસ કરીને અને તેમના માટે વતન જવા માટે ટેમ્પાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને વડલી ગામ સુધી ૧૭ મજૂરોને પહોંચાડવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other