તાપી જિલ્લા મિશન મંગલમની બહેનોની અનોખી પહેલ : પદયાત્રા કરીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧ :- તાપી જિલ્લાના તમામ તાલુકા ૨૪ જેટલા વિવિધ ગામોના ગ્રામજનો, સ્વ-સહાય જુથનાની બહેનો, તેમજ આશા વર્કર બહેનોએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે લોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પદયાત્રાનું આયોજન કર્યું હતું.
તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ‘મિશન મંગલમ’ ની બહેનોએ નાગરિકોને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા. નાગરિકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રંગોળી દ્વારા પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં જિલ્લાની અંદાજિત ૧૧૬૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
000