ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ દુધ ડેરી ચિલીંગ સેન્ટર પર ગેરરીતિના આક્ષેપો થયા
કુકડનખી મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી નાં સભાસદદ્વારા અગિયાર માસમાં 6000 લિટર દુધ ખરાબ આવતા ચિલીંગસેન્ટ પર હોબાળો કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : કુકડનખી ગામે મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીના બહેનોએ વઘઈ ખાતે ચીલીંગ સેન્ટરની મુલાકાત લઈ દૂધ હલ્કી કક્ષાનું નીકળતા દુધ બાબતે કોબાળો કર્યો હતો. જ્યાં વઘઈ દુધ ડેરી ચિલીંગ સેન્ટરના કર્મચારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવા માટે અમારી ટીમ કુકડનખી ગામે આવશે અને તમારા પ્રશ્નોનોને સંતોષકારક જવાબ આપીશું એવું જણાવવામાં આવ્યું હતું. જે દરમિયાન સભાસદોની વ્યથા જણાવી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે અમે આખો દિવસ ગાયોની સંભાળ કરી અને રોજગાર મેળવવા માટે રાત દિવસ એક કરીએ છીએ પરંતુ અમને અમારું પરિવાર ચલાવી શકાય તેવી આવક આવતી નથી અને દૂધના ભાવમાં પણ અમને ઓછો ભાવ આપવામાં આવે છે. જ્યારે દાણનો ભાવ રુ.1175 માં દાણ આપવામાં આવે છે અને દૂધનો ભાવ ફક્ત 34 રૂપિયા 35 પૈસા ચૂકવવામાં આવે છે. જો દૂધનો ભાવ ઓછો કરવામાં આવેલ છે તો અમને દાનનો ભાવ પણ ઓછો કરવો જોઈએ એવી પશુપાલકોએ પોતાની વ્યથા જણાવવી હતી.