સોનગઢના મલંગદેવમાં થયેલ મહિલાના ખુનના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોર્ડ/એસ.ઓ.જી. તથા સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ અનડીટેકટ ખુનના ગુન્હાના આરોપીને શોધી કાઢવા શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક, તાપી દ્વારા સુચના અને માર્ગદર્શન આપેલ હતું જે અનુસંધાને ગત્ તા. 29/3/24ના રોજ ફરીયાદીશ્રી જીતેશભાઇ ગુલાબભાઇ ગામીત ઉ.વ. ૨૦ રહે.મલંગદેવ ગામ નિશાળ ફળિયું તા. સોનગઢ જિ.તાપીની માતા અંજલીબેન ગુલાબભાઇ ગામીત ઉ.વ. ૪૬ તેમના ઘરના પહેલા ગાળાના દરવાજા પાસે ઓટલા પર પલંગ નાખી સુતેલ હતી તે વખતે રાત્રિના સાડા બારથી સવારના સાત વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા વ્યક્તિએ કોઇ કારણસર તેણીના ગળાના ભાગે બે તથા દાઢીના ભાગે ત્રણ કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નીપજાવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરી નાશી ગયેલ હોય જે ગુનો અનડીટેક્ટ હતો. જે અંગે સોનગઢ પો.સ્ટે. પાર્ટ.એ. ગુ.ર.ન. ૧૧૮૨૪૦૦૪૨૪૦૭૨૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ- ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો ચકચારી અને અનડીટેક્ટ હોય જે ગુનો ડીટેક્ટ કરવા શ્રી,રાહુલ પટેલ સાહેબ, IPS, પોલીસ અધિક્ષક, તાપીએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ/ એસ.ઓ.જી.તાપી તથા સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા ટીમોને જરૂરી માર્ગદર્શન/સુચના આપતા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કે જે મરણ જનારના પતિ ગુલાબભાઇ બાબુભાઇ ગામીત ઉવ.૪૭ રહે.મલંગદેવ ગામ નિશાળ ફળિયું તા. સોનગઢ જિ.તાપીનાને તેની કબુલાત આધારે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
• ગુન્હો ડીટેક્ટ કરવા કરેલ પ્રયત્નોની વિગત :-
આ ગુનાની તપાસ અર્થે (૧) પો.ઇન્સ. ડી.એસ. ગોહિલ, સોનગઢ પો.સ્ટે. (૨) પો.ઇન્સ.શ્રી, કે.જી. લિંબાચીયા, એસ.ઓ.જી. તાપી (૩) ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી (૪) પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી ના સ્ટાફના પોલીસ માણસો સાથેની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો રોકી તપાસ ચાલુ હતી જે તપાસ દરમ્યાન આ ગુનામાં મરણ જનાર અંજલીબેન ગુલાબભાઇ ગામીત ઉ.વ. ૪૬ ના પતિ ગુલાબભાઇ ગામીતએ બીજા લગ્ન કરેલ હોય અને મરણ જનાર પ્રથમ પત્ની અંજલીબેન સાથે અવાર નવાર ઝધડો તકરાર/ મારા મારી કરતા આવેલ હોવાનું જણાતા એ દિશા પર તપાસ કેન્દ્રીત કરી મરણ જનારના પતિ ગુલાબભાઇ ગામીતની હીલચાલ પર દેખરેખ રાખતા તેમનું વર્તન શંકાસ્પદ લાગતા તેમને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ ઢબે પુછપરછ કરતા આરોપી પડી ભાંગી પોતાના ગુનાનો એકરાર કરેલ છે.
• ગુનો કરવાનો હેતું :-
મરણ જનારના ચરીત્ર પર શક વહેમ રાખી આવેશમાં આવી જઇ
• આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) સોનગઢ પો.સ્ટ.ગુ.ર.નં.૬૯/૨૦૦૩ NDPS એકટ કલમ- ૮(સી), ૨૦(બી)(૨) તથા ૨૯ મુજબ
(૨) ડાંગ જીલ્લાના સુબીર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૩૨૨૦૧૨૫/ ૨૦૨૨ પ્રોહી એકટ કલમ-૬૬(બી), ૧૮૫ મુજબ
(૩) વ્યારા પો.સ્ટે. ગુ.ર.નં.૮૧/૨૦૦૧ NDPS એકટ કલમ- ૨૦(બી) (૨) મુજબ
• કામગીરી કરનાર ટીમ-
(૧) પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહિલ, સોનગઢ પો.સ્ટે. (૨) પો.ઇન્સ.શ્રી કે.જી. લિંબાચીયા, એસ.ઓ.જી. તાપી (૩) ઇન્ચા.પો.ઈન્સ. શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી (૪) પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી (૫) પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસિયા એસ.ઓ.જી. તાપી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ/ એસ.ઓ.જી. તાપી તથા સોનગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસોએ કામગીરી કરેલ છે.