સોનગઢના ટોકરવા ખાતેથી 38 હજારના ઈગ્લીશ દારૂના જથ્થા સાથે એકને ઝબ્બે કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપીએ આગામી લોકસભા ચુટણી અન્વયે જીલ્લામાં પ્રોહિ/જુગારની પ્રવૃતી સદંતર બંધ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી. જે આધારે આર.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર તથા પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, તેમજ પો.સ.ઈ.શ્રી એ.સી. ચૌધરી તેમજ એ.એસ.આઈ. રૂમસિંગભાઈ નાનીયાભાઈ, આ.હે.કો. પ્રવિણભાઈ ભરતભાઈ, અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ મેટાળીયા, આ.પો.કો. પ્રંશાતભાઈ કિશોરભાઈ નોકરી નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નિઝર તથા અ.પો.કો. રાજુભાઈ ઝિણાભાઈની સાથે સોનગઢ વિસ્તારમાં પેટ્રુલિંગમાં હતા ત્યારે મળેલ ખાનગી બાતમી આધારે સોનગઢના ટોકરવા ગામે મિસ્ત્રી ફળીયામાં રહેતો અને અગાઉ પ્રોહિ પ્રવુતિમાં સંકળાયેલ સુનિલ ઊર્ફે ડેડિયો દશરથભાઈ ગામીત મિસ્ત્રી ફળીયા આવેલ સમશાન નજીક ખાખરાના ઝાડોની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો કાર્ટીગ કરવાના ઈરાદે ખાંખરાની વાડમાં સંતાડેલ છે. બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઊપરથી કુલ્લે નાની-મોટી બાટલી/ટીનનંગ-૨૭૯ (કુલ્લે ૭૬,લીટર-૭૦૦મી.લી.) જેની કિ.રૂ.૩૭,૫૦૦/-પકડી પાડી સુનિલ ઊર્ફે ડેડિયો દશરથભાઈ ગામીતના વિરૂધ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામા આવેલ છે. ગુનાની આગળની તપાસ પો.સબ. ઇન્સપેક્ટર.શ્રી કે.આર. પટેલ, સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
સુનિલ ઊર્ફે ડેડિયો દશરથભાઈગામીત રહે, ટોકરવા મિસ્ત્રી ફળીયુ તા.સોનગઢ જી.તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
1. શ્રી આર.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ નિઝર
2. શ્રી ડી.એસ. ગોહિલ પોલીસ ઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.
3. શ્રી કે.આર. પટેલ પો.સબ. ઈન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.
4. શ્રી એ.સી. ચૌધરી પો.સબ. ઇન્સપેક્ટર, સોનગઢ પો.સ્ટે.
5 ASI રૂમસિંગભાઈ નાનીયાભાઈ, સોનગઢ પો.સ્ટે.
6. HC પ્રવિણભાઈ ભરતભાઈ, સોનગઢ પો.સ્ટે.
7.UHC દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પો.સ્ટે.
8.UPC પ્રશાતભાઈ કિશોરભાઈ, નોકરી નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નિઝર વિભાગ, નિઝર.
9 UPC રાજુભાઈ ઝિણાભાઈ, સોનગઢ પો.સ્ટે.