મોરબીમાં ગંભીર પ્રકારના પોકસોના ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ
(મોરબી) : મોરબીમાં ગંભીર પ્રકારના પોકસોના ગુન્હામાં આરોપીને મોરબી કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. જેમાં સગીરા સંબધી કાયદાનો ગુનો સાબિત ન થતા પોકસો કોર્ટેએ આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીને શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો છે.
આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના ફરીયાદીની દીકરી ઉ.વ.17 વર્ષ 2 માસ વાળી સગીરવયની હોવાનું જાણવા છતાં આ કામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે. ભારતીય દંડ સંહિતાની કલમ અને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ મુજબનો ગુનો નોંધવામાં આવેલ. સદરહુ કામે મોરબી એ ડીવી. પોલીસ દ્વારા આ કામના આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીની ધરપકડ કરવામાં આવેલ હતી. બાદમાં સદરહુ આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના એડવોકેટ જે. ડી. સોલંકીને રોકેલા હતા.
આ કામે ફરીયાદપક્ષ ફરીયાદી, તેમની ભોગબનનાર દીકરી તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ભોગબનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરના પુરાવામાં ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી કે બળજબરીપુર્વક કોઈ પણ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજુ કરવામાં આવેલ નથી. તથા તપાસ કરનાર અધીકારી વગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને આ કામના ભોગબનનાર તથા તેના પરીવાર દ્વારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી તેમજ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાત્તયસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની નામદાર કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આ કામે બચાવ પક્ષે વકીલ જે.ડી.સોલંકી રોકાયેલા હતા.