તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. વીપીન ગર્ગની અધ્યક્ષતામાં ૬૬૫ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઈ
ડો.શ્યામા પ્રશાદ ટાઉન હોલ વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી સાથે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડતા શ્રી ડો. ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૯ :- લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ડો. શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો. વીપીન ગર્ગની અધ્યક્ષતામાં ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના લગભગ ૬૬૫ જેટલા પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સર્વે અધિકારીઓને આત્મવિશ્વાસ અપાવી તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. વધુમાં કલેકટરશ્રી ડો.ગર્ગે ભૂતકાળમાં બનેલી સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તે બાબતે સતર્કતા રાખવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કેવીકેના ડો.ડી.સી પંડયા દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને વ્યારા પ્રાંત અધીકારીશ્રી,વ્યારા મામલતદારશ્રી સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000000000