આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભામાં આવેલ દિવ્યાંગ મતદારોના સહાયક સાથી તરીકે NSS તથા NCC ના સ્વયંસેવકોની તાલીમ યોજાઇ

Contact News Publisher

મતદાનના દિવસે મુકબધીર દિવ્યાંગ મતદારો સાથે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)માં કઇ રીતે વાતચીત કરવી તે અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા:૨૮ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તાપી તથા નોડલ અધિકારી PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીતાપીના સંયુકત ઉપક્રમે આજે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભામાં આવેલ દિવ્યાંગ મતદારોના સહાયક સાથી તરીકે NSS તથા NCC ના સ્વયંસેવકોની તાલીમ યોજાઇ હતી.

આ પ્રસંગે મદદનીશ PWD નોડલ અધિકારી દ્વારા દિવ્યાંગ કેટેગરીમાં આવતા મતદારોને સાથી સહાયક તરીકે કઇ રીતે મદદ કરવી તેમજ દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્પેશ્યલ એજ્યુકેટર અને સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)ના જાણકાર શ્રીમતી અમિતાબેન એમ.ચૌધરી દ્વારા NSS તથા NCCના ના સ્વયં સેવકોએ મતદાનના દિવસે મુકબધીર દિવ્યાંગ મતદાતઓ સાથે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)માં કઇ રીતે વાતચીત કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારાના પ્રિન્સિપલ દ્વારા પોતાના કુંટુંબમા ,ફળીયામા કે ગામમાં તમામ મતદારો મતદાન કરે અપીલ કરવામાં આવી હતી.
.
આ કાર્યક્ર્મમાં P.W.D મદદનીશ નોડલ અધિકારીશ્રી એસ.એન. વસાવા,P.W.D નોડલ કચેરીના વી.બી.રાઠોડ તથા અન્ય કર્મચારીઓ તેમજ ૧૦ જેટલી વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને NCC /NSS વોલ્યુન્ટીયર્સ તેમજ કોલેજના પ્રાધ્યાપકો,વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
00
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *