સોનગઢમાં મરજી વિરૂધ્ધ જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી બનાવી : પોલીસે ફરિયાદ દાખલ કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ): તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકાનાં મોજે આંબા ગામની સીમમાં આંબા ગામથી મોટા કાકડકુવા ગામ તરફ જતા રોડની બાજુંમાં ખુલ્લી જગ્યામાં ગત ઓગસ્ટ 2019 થી આજદિન સુધી આ કામના આરોપી વિપુલભાઇ વંતાભાઇ ગામીત રહે. મોટા કાકડકુવા તા.સોનગઢએ સોનગઢનાં અંબા ગામે રહેતી આ કામની ફરિ.બેનને પ્રેમજાળમાં ફસાવી તેણીને પત્નિ તરીકે રાખવાનો વિશ્વાસ અને ભરોસો આપી ફરિ.ને શરીર સંબંધ બાંધવા જણાવતાં ફરિ.એ આરોપી વિપુલભાઇ વંતાભાઇ ગામીત ને આપણા લગ્ન થયેલ નથી જેથી શરીર સંબંધ નહી બંધાય તેવું જણાવવા છતાં આ કામના આરોપી વિપુલભાઇ વંતાભાઇ ગામીત એ આ કામની ફરિ.બેનની મરજી વિરૂધ્ધ જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી તેણીએ નવ માસના મૃત બાળકને જન્મ આપતાં આ કામના આરોપીએ પાછળથી ફરિ.ને પત્નિ તરીકે રાખવાનો ઇન્કાર કરી ફરિ.સાથે વિશ્વાસઘાત કરી બળાત્કાર ગુજારી ગુનો કર્યો હોવાની પોલીસ ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશને નોંધાય છે. ગુના ની વધુ તપાસ સોનગઢના પી.આઇ. સી.કે. ચૌધરી કરી રહ્યાં છે.