ઘાસના ભુસાની આડમાં લઈ જવાતા ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી અને તથા પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ જવાનો સાથે અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ નં. MH-14-GD-5760 માં ઘાસના ભુસાની ગુણોમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે નવાપુરથી સોનગઢ તરફ જતા મીરકોટ ગામની સીમમાં વીર વચ્છરાજ હોટલના સામે રોડ ઉપર વોચમાં હતા. બાતમી વાળી બોલેરો પીકપ નં. MH-14-GD-5760 આવતા વાહનોને ઉભા રાખી આ વાહનને સાથેના પોલીસ જવાનોએ રોકવા ઇશારો કરતા પીકઅપના ડ્રાઇવરે તેનુ વાહન થોડે સુધી રિવર્સ કરી લઇ જવાની કોશીશ કરતા પોલીસ જવાનોએ દોડીને તે તરફ જતા બોલેરો પીકપમાં બેસેલ ડ્રાઇવર અને ક્લીનર બોલેરોમાંથી ઉતરી નાશવા જતા જે પૈકી ડ્રાઇવર રોડની બીજી તરફથી નાશી ગયેલ અને ક્લીનર નાશવા જતા પકડાય ગયેલ આ બોલેરો પીકપ રોડની સાઇડમાં લેવડાવી ચેક કરતા ટેમ્પોની પાછળના ભાગે સફેદ કલરના પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં ઘાસનુ ભુસુ ભરેલ હતું, જેમાંથી એક પ્લાસ્ટીકનો કોથળો ઉતારી ખોલી જોતા તેમાં ઘાસના ભુસાની આડમાં ઇગ્લીશ દારૂના પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી (૧) સમાધાન એકનાથ મોરે ઉ.વ.૨૭ ધંધો.ક્લીનર રહે.ગામ-તેહુ થાના.તા.પારોલા જી. જલગાવ મહારાષ્ટ્ર એ પોતાના કબજાની બોલેરો પીકઅપ જેનો રજીસ્ટ્રેશન નંબર MH-14-GD-5760 જેની આશરે કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મા સફેદ કલરના પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં ઘાસનુ ભુસુ ભરેલ કોથળાઓમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની સીલબંધ કુલ બોટલો/ટીન બીયર બોક્ષ નંગ-૬૮ નંગ- ૨,૦૬૪ જેની કુલ કિં.રૂ.૨,૪૪,૮૦૦/- નો મુદ્દામાલ હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં.રૂા ૫,૦૦૦/- તથા ઘાસનુ ભુસુ કોથળાઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૪૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.