સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવ દરમિયાન 26 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ઉત્કૃષ્ટ કામગીરી કરતી તાપી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હોળી ધુળેટીના તહેવારની ઉજવણી દરમ્યાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની શક્યતા રહેલી હોય જે સંદર્ભે રાજયમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી તા.૧૮/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૩/૨૦૨૪ સુધી રાજયના તમામ શહેર/ જીલ્લા ખાતે સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાપી જીલ્લાની એલ.સી.બી શાખાના પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોડ તાપી તેમજ એલ.સી.બી. સ્ટાફ અને પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
તા.૨૨/૦૩/૨૦૨૪ ( પ્રોહી કેસ )
(૧) બાટલી નંગ– ૧,૬૦૮- જેની કુલ કિં.રૂ.૧,૬૦,૮૦૦/-(૨) ફોરવ્હીલ નંગ-૦૧ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૦૩, આશરે કિં.રૂ.૧૦,૫૦૦/-, મળી કુલ્લે રૂ.૩,૭૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૩/૦૩/૨૦૨૪ (પ્રોહી કેસ)
(૧) બોટલો નંગ-૧૨૨૪ જેની કુલ કિં.રૂ. ૩,૦૯,૬૦૦/- (૨) ફોરવ્હીલ નંગ-૦૨ કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૦૧ જેની આશરે કિ.રૂ.૫૦૦૦/- કુલ્લે મુદામાલ કિં.રૂ.૧૩,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૪/૦૩/૨૦૨૪ (પ્રોહી કેસ )
(૧) બોટલો/ટીન બીયર નંગ-૨૨૫૬ જેની કુલ કિં.રૂ.૧,૬૫,૬૦૦/-(૨) પીકપ બ્રેકડાઉન ૧,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૨, આશરે કિં. રૂ! ૫,૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૭૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૫/૦૩/૨૦૨૪ ( પ્રોહી કેસ )
(૧) બાટલી નંગ- ૭૦૫ કિં.રૂ. ૭૦,૫૦૦/- (૨) ટાટા ટેમ્પો નંગ-૦૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-(૩) તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/- (૪) મોબાઇલ નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ્લે રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
તા.૨૬/૦૩/૨૦૨૪ (પ્રોહી કેસ)
(૧) બોટલો/ટીન બીયર નંગ- ૨,૦૬૪ જેની કુલ કિં. રૂ.૨,૪૪,૮૦૦/-(૨) બોલેરો પીકઅપ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ નંગ-૧, આશરે કિં. રૂ! ૫,૦૦૦/- મળી કુલ્લે ઇ.રૂ.૪,૪૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડી પાડી ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે.
ડ્રાઇવ દરમ્યાન કુલ કબ્જે કરેલ મુદામાલ
(૧) કુલ બાટલી નંગ-૭,૮૫૭/- કુલ કિં.રૂ. ૮,૮૧,૩૭૦/
(૨) ફોરવ્હીલ નંગ-૩ કિં.રૂ.૧,૨૦૦,૦૦૦/-
(૩) પીકઅપ નંગ-૨ કિં.રૂ.૩,૦૦,૦૦૦/-
(૪) ટાટા ટેમ્પો નંગ-૧ કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-
કુલ વાહન કિં.રૂ. ૧,૬૦૦,૦૦૦/-
(૫) મોબાઇલ નંગ- ૯ કિં.રૂ.૩૧,૫૦૦/-
(૬) તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/-
આરોપી કુલ- ૯, ટોટલ મુદામાલ = 26,86,800/-