ટેમ્પોમાં તરબુચોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડતી તાપી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી અને તથા પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડના પોલીસ જવાનો સાથે સોનગઢ વિસ્તારમાં અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “એક ક્રીમ કલરનો છોટા હાથી ટેમ્પો નં.-GJ- 23-Y-7083 માં બે વ્યકિતઓ તરબુચની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત તરફ જનાર છે” જે બાતમી આધારે સોનગઢ, ને.હા. નં.-૫૩ પર, માંડળ ટોલનાકા ખાતે સોનગઢ થી વ્યારા જતા ટ્રેક પર અલગ અલગ ટીમમાં છુટાછવાયા વોચમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતા તેને સાથેના પોલીસ માણસો સાથે રોકાવી રોડની સાઇડમાં ઉભી રાખી ચેક કરતા ટેમ્પોની પાછળના ભાગે તરબુચ ભરેલ હતા જે તરબુચોને હટાવી ચેક કરતા તરબુચોની નીચે મીણીયા કોથળાઓ ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી (૧) મધુકર આનંદા માળી ઉ.વ.૪૪ રહે.૨૮૦, શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેર મુળ રહે-બડસાણે હનુમનજી મંદિર સામે, તા.શાંકી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) (૨) શરદ ઓમકાર શીલક ઉ.વ.૪૨ રહે.૨૮૩, શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેરએ પોતાના કબ્જાની ટાટા કંપનીની ACE ટેમ્પો નં.GJ-23-Y-7083 આશરે કિ.રૂ.૧,૦૦,૦00/- મા તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની નાની કુલ બાટલી નંગ- ૭૦૫ જેની કુલ કિં.રૂ! ૭૦,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ્લે રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઈ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ સ્ક્વોર્ડ, તાપીના અ.હે.કો. બિપીનભાઈ રમેશભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઈ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other