ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચીં..ચીં.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓ ઘટી રહી છે. ચકલીઓની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેનાં અસ્તિત્વનાં રક્ષણની જાગૃતિ અર્થે ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં આ વિશેષ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આજનાં દિવસે ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ તરફથી ચકલી ઘર અને પાણીનાં કૂંડા આપવામાં આવ્યા હતાં. શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલ દ્વારા બાળકોને ચકલી દિવસ અંગે વિશેષ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.