તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગર્ગે ઔદ્યોગિક એકમો, કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી/મેનજરશ્રીઓ સાથે બેઠક યોજી
સંસ્થાના પ્રતિનિધિઓને વોટર અવેરનેસ ફોરમ (VAF) ની રચના કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શિત કરતા ડો. ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨ તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને સરકારી શ્રમ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લામાં સરકારી-બિનસરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી, મેનેજરશ્રીઓ, અધિકારીઓ સહિતના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને વોટર અવેરનેસ ફોરમ (VAF) ની રચના કરવા કેટલાંક જરૂરી સૂચનો કરીને માર્ગદર્શન પુરુ પાડવામાં હતું. આ બેઠકનો આશય લોકશાહીના મહાપર્વમાં સંસ્થા તથા એકમના કર્મયોગીઓની સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં સહભાગીદારી વધે તેવા આશય સાથે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગે ઔદ્યોગિક એકમો,કોર્પોરેટ સંસ્થાના સંચાલકશ્રી/મેનજરશ્રીઓને તેઓના કંપનીમાં કામગીરી કરતા અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે તેઓને જાગૃત કરવા તેમજ મહત્તમ મતદાન થાય તે માટે તમામને મતદાન અંગે જાગૃત કરવા તથા મતદાનના દિવસે મતદાન કરવા માટે પેઇડ રજા અંગે જગૃતિ ફેલાવવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા અંગે સમજ પુરી પાડી હતી.
000