અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે CNKHMC RC વ્યારા સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ અને IRCS તાપી, HMAI વ્યારા યુનિટ તેમજ હોમિયોપેથીક ડૉક્ટર ફોર ચિલ્ડ્રન (NGO) સુરત દ્વારા વિનામુલ્યે મહાનિદાન કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 8 માર્ચ 2024 ના રોજ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે CNKHMC RC વ્યારા સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ અને IRCS તાપી, HMAI વ્યારા યુનિટ તેમજ હોમિયોપેથીક ડૉક્ટર ફોર ચિલ્ડ્રન (NGO) સુરત દ્વારા તારીખ 13 માર્ચ 2024 અને 14 માર્ચ 2024 ના રોજ દત્તક લીધેલા ગામો પનિયારી ,ખુશાલપુરા, કટાસવાણ, ઇન્દુ અને રામપુરા ખાતે વિના મુલ્યે મહાનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પનિયારી ગામના સરપંચ શ્રીમતિ ઉષાબેન એ.ગામીત અને CNKHMC RC વ્યારા કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ.જ્યોતિ રાવ મેડમ, ઇન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન એસ.ગામીત,ખુશાલપુરા ગામના સરપંચ શ્રીમતી વિભૂતીબેન એચ.ચૌધરી,કટાસવાણ ગામના સરપંચ શ્રી ચેતનભાઈ એ.ચૌધરી,રામપુરા ગામના સરપંચ શ્રી જગુભાઈ બી.ગામીત દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નું શુભારંભ કરવામાં આવ્યું હતું.
જેમાં HDC NGO દ્વારા 11 To 15 વર્ષની વિદ્યાર્થીનીઓને અને HMAI વ્યારા યુનિટ , IRCS તાપી દ્વારા મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે મહિલાઓમાં હીમોગ્લોબીન અને બ્લડ પ્રેશરની તપાસણી કરવામાં આવી હતી.આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ જોડાયા હતા.
આ કેમ્પમાં હોમિયોપેથિક નિષ્ણાંત તબીબો દ્વારા સેવા અપાઇ હતી. આ કેમ્પનું સમગ્ર આયોજન કોલેજના આચાર્ય ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ કેમ્પ કમિટીના વડા ડો.વૈશાલી ઠાકુર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.