તાપી જિલ્લાના નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષી તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલ અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની સહભાગીદારીથી સ્પોર્ટ્સ સંકુલ વ્યારા ખાતે મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર પ્રસાર કરવા નવયુવાનો દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાનનું મહત્વ સમજાવવા માનવ સાંકળ બનાવવામાં આવી હતી. આ પ્રવૃતિ અંતર્ગત સ્પોર્ટ્સ સંકુલ,આઇ.ટી.આઇ. વાલોડ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં કુલ ૧૫૦ જેટલા ભાવિ મતદારો તેમજ નાગરિકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આઇ.ટી. આઇ. નિઝર દ્વારા રંગોળી દોરી મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ઉપરાંત,કે. બી.પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કુલ વ્યારાના વિદ્યાર્થીઓ પણ મતદાન અંગે લોકોને જાગૃત કરવા કાર્યક્રમમાં સહભાગી થઇ મતદાન જાગૃતિ અંગેનો વીડિયો તૈયાર કરીને https://youtu.be/s9PaeH_D3Ao યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. મતદાન જાગૃતિ અંગે તૈયાર કરવામાં આવેલા આ વીડિયો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે નોડલ અધિકારીશ્રી સ્વીપ અને જિલ્લા શિક્ષણાધિકારી તાપીએ અનુરોધ કર્યો હતો.
000