ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮ ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા લોક્સભા સામાન્ય ચૂંંટણી -૨૦૨૪ વિગતવાર કાર્યક્રમ તા.૧૬.૦૩.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે. આ પરિપત્ર થી ગુજરાત રાજયમાં મતદાન તા.૦૭.૦૫.૨૦૨૪ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ ના રોજ નક્કી કરવમાં આવેલ છે.તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર છે.
આથી, તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તાપી- વ્યારાને ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩(૧)ની જોગવાઇ મુજબ મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવેલ આવ્યા છે. કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ કાર્યકરો કે ઉમેદવારોએ કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોએ,ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાથના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં.
આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૪ ના કલાક ૦૦.૦૦ થી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *