લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા ખેડૂતતાલીમનો નવતર પ્રયોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોનાવાયરસ ને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.ક્રુ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ-આઉટ કોન્ફરન્સ (ઓનલાઇન ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમ) દ્વારા ખેડૂતોને ખેતી અંગે માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ કર્યો હતો.
તારીખ ૦૯/૦૪/૨૦૨૦ના રોજ નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન-તેલીબીયા અંતર્ગત મગફળી(TG-37A) પાકના કુલ ૨૯ ખેડૂતોને તથા તારીખ ૧૦/૦૪/૨૦૨૦ના રોજ નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન-કઠોળ અંતર્ગત મગ(GM-6)નુ વાવેતર કરેલ કુલ ૫૦ ખેડૂત મિત્રોને ઘરે બેઠા ફોન દ્વારા કોન્ફરન્સથી તાલીમ આપવામાં આવી હતી.
સદર તાલીમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી રેનીસભાઈ ભરૂચવાલાએ કાર્યક્રમની કમાન સંભાળી હતી. કેવીકે ના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ ખેડૂતોને કોરોના વાયરસથી બચવા અંગે ખેડૂતોને જાગૃત કરી આરોગ્ય સેતુ એપ્લિકેશનનું મહત્વ સમજાવ્યુ તથા કોરોનાવાયરસના સંક્રમણ દરમિયાન ભારત સરકારે જાહેર કરેલ રાષ્ટ્રીય કૃષિ સલાહ વિશે પણ સમજાવ્યું હતુ. વૈજ્ઞાનિક(પાક ઉત્પાદન) પ્રો. કે.એન.રણાએ મગફળી અને મગ પાક્ની વૈજ્ઞાનિક ખેતી અંગે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. કાર્યક્રમના અંતમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં પ્રવર્તમાન લોકડાઉનના સમયમાં ભવિષ્યમાં પણ આ પ્રકારે ખેડૂત મિત્રોને ઘરે બેઠાં માહિતી મળી રહે તથા તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી પ્રયત્નશીલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other