આવતીકાલે ઉચ્છલ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન કાર્યક્રમ યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હરિપુર ખાતે આજે તા.૧૩-૦૩-૨૦૨૪, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન કાર્યક્રમ યોજાશે. ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ, ઉચ્છલ અને સુરત/તાપી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (સુમુલ ડેરી) નાં સયુકત ઉપક્રમે આયોજીત મહિલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનનું આયોજન વિવિધ સંસ્થાઓ સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ., ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિ., મઢી પ્રદેશ ખાંડ ઉત્પાદક સહકારી મંડળી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગ્રામ પંચાયત ભીંતબુદ્રક દ્વારા કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સુમુલ ડેરી સુરતના ચેરમેન શ્રી માનસિંહભાઈ કે. પટેલ, ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત, શ્રી ડો. સી.કે. ટીંબડીયા (VC, G.N.F.S.U), શ્રી બળવંતભાઈ પટેલ (ચેરમેન સુ.ડી.કો. બેંક), શ્રી સમીરભાઈ ભક્તા (ચેરમેન મઢી સુગર) સહિત જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન,શાહ, શ્રી સુનિલભાઈ આર. ગામીત (ડિરેક્ટર સુમુલ ડેરી ઉચ્છલ તાલુકો), શ્રી નરેશભાઈ પટેલ (ડિરેક્ટર સુ.ડી.કો. બેંક/ઉપ પમુખ વ્યારા સુગર), શ્રી દિપકભાઈ પટેલ (ડિરેકટર સુ.ડી.કો. બેંક બારડોલી) તથા અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સહભાગી થવા ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર અને ટ્રસ્ટી મંડળના મેનેજર શ્રી પિયૂષભાઈ એમ. વળવી, ઉપ પ્રમુખ શ્રી નિતેશભાઈ બી. ગામીત અને પ્રમુખ શ્રી યોગેશભાઈ ગામીત દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦