નેહરુ યુવા કેન્દ્ર સુરત-તાપી દ્વારા વિવિધ જગ્યાઓ પર એક દિવસીય મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
અલગ અલગ જગ્યાએ આયોજિત કાર્યક્રમમાં લગભગ ૪૫૦ થી ૫૦૦ યુવાઓને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે માહિતી આપવામાં આવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.05: નેહરુ યુવા કેન્દ્ર સુરત-તાપી દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત તાપી જીલ્લામાં વાલોડ ખાતે ગઘવર્નમેન્ટ સાયન્સ કોલેજ, ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, રીયલ કેડ લાઈફ (ગ્લુકોઝ ફેકટરી), જય ગારમેન્ટ જેવી વિવિધ જગ્યાઓ પર વહીવટી વિભાગના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના દરેક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં લોકોને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે વિડીઓ ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તથા જે લોકોના મતદાન કાર્ડ બનેલ નથી તે લોકોને નવા મતદાન કાર્ડ બનાવવા વિષે પણ વિગતવાર જાણકારી આપવામાં આવી. સાથે સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય સંયોજક તરીકે મામલતદાર શ્રી, નાયબ મામલતદાર શ્રી, કોલેજના આચાર્ય શ્રી તેમજ પ્રોફેસર્સ, NSS ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર સુરત( તાપી) ના જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગોવિંદ પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું.
૦૦૦૦