અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી અને રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચા ગુજરાત દ્રારા તાપી જીલ્લાના કર્મયોગી દ્રારા પેન ડાઉન ચોક ડાઉન ઓનલાઈન કામગીરી બહિષ્કાર સાથે વિવિધ માંગણીઓ મતપત્ર થકી મહામતદાન કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપી અને રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચા ગુજરાત દ્રારા તાપી જીલ્લાના કર્મયોગી દ્રારા પેન ડાઉન ચોક ડાઉન ઓનલાઈન કામગીરી બહિષ્કાર સાથે વિવિધ માંગણીઓ મતપત્ર થકી મહામતદાન વિવિધ વિભાગના કુલ ૬૦૦૦ કર્મચારીઓ કરશે.
તાપી જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા ચુંટણી અધિકારી આચાર્ય કેતનભાઈ શાહ દ્રારા જણાવવામાં આવે છે કે શિક્ષકો, જિલ્લા પંચાયત, રેવન્યુ, પોલીસો, કોલેજો, આંગણવાડી, ગ્રામ સેવક, સિવિલ હોસ્પિટલ, આર.ટી.ઓ, તલાટી, મામલતદાર કચેરી, કલેકટર કચેરી, ઓફિસોના કર્મચારીઓ પોતપોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) સહિતની કુલ ૧૨ માંગણીઓ પેન ડાઉન, ચોક ડાઉન, ઓનલાઈન કામગીરી બહિષ્કાર સાથે જેવી કે NPS નાબુદ કરો, તમામને જૂની પેન્શન યોજનામાં સમાવવા, સાતમાં પગારપંચનો લાભ કેન્દ્રના ધોરણે આપવો, કોન્ટ્રાક્ટ અને ફીક્ષ વેતન યોજના બંધ કરી કાયમી ભરતી કરવી, ગ્રામ્ય આદિજાતી વિસ્તાર ની ૧૦૦ ટકા પરીણામ વાળી નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ માં ફેરવવા બાબત, માતૃશક્તિનો ૨૨/૪/૨૨ નો માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો, સરકારી શાળાના ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ અને વેકેશન ફરજની રજા સર્વિસ બુકમાં જમા આપવી, એચ ટાટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો બહાર પાડવા, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને બદલીનો લાભ માટેનો ઠરાવ કરવો, શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો, મહાનગરના શિક્ષકોને ૪૨૦૦ નો ગ્રેડ પે આપવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને ફાજલનું રક્ષણ આપવું, વિવિધ વિભાગના ૧૯૯૮ પછીના તમામ કર્મયોગીઓને સળંગ નોકરી ગણી જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવો.આમ રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચાની ઉપરોક્ત માંગણીઓ તા. ૮/૩/૨૦૨૪ સુધીમાં નહિ ઉકેલવવામાં આવે તો ૯/૩/૨૦૨૪ ના રોજ સત્યાગ્રહ છાવાણી ગાંધીનગર ખાતે યોજાનાર મહાપંચાયતમાં કર્મચારીઓ જુદાજુદા સંઘોના ઉપસ્થિત રહેશે