પતિના ત્રાસ થી ત્રણ વર્ષથી દિકરીના સાસરીમાં રહેતી મહિલા પર જમાઈ જોડે વહેમ કરી ઝઘડો કરવા આવેલ પતિને કાયદાનું ભાન કરાવી સમાધાન કરાવતી તાપીની 181મહિલા હેલ્પલાઇનની ટીમ.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સલીગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ વ્યસની છે ને વ્યસન કર્યો પછી મહિલાના પતિને ભાન નથી રહેતું, તેઓ દરરોજ મહિલાના બનેવી જોડે વહેમ કરતાં ને તેમને મારપીટ કરતાં હતાં, મહિલાના બહેન અને બનેવી તેમના ધર નજીકમાં જ રહેતા હતા, માટે મહિલા તેમની બહેન જોડે વાત કરે કે બહેન ના ધરે જાય તે તેમના પતિ ને ગમતું ના હતું, મહિલાનો દિકરો અને વહુ તેમની જોડે જ રહે છે તેમની વહુ આંખો દિવસ ધરે જ રહેતા ને તેમની સાસુ ની કોઈ ભુલ નથી તો પણ તેમના સસરા તેમને મારઝુડ કરતાં તેમ તેઓ જણાવેલ, મહિલાની દિકરી નજીકના ગામમાં જ સાસરી ગયા હતા માટે પિડીત મહિલા તેમની દીકરીની સાસરી માં રહેવા જતા રહ્યા હતા ને ત્રણ વર્ષથી તેઓ ત્યાં જ રહે છે. પરંતુ તેમના પતિ તેમને ત્યાં પણ શાંતિ થી રહેવા નથી દેતા જ્યારે પણ વ્યસન કરે એટલે દિકરી ના ધરે જાય ને ઝધડો કરે ને અપશબ્દો બોલતા,
આજરોજ મહિલાના પતિ દિકરીના ધરે જાય ને તેમના જમાઈ જોડે વહેમ કરી ને મહિલા જોડે ઝધડો કરવા લાગ્યા તેમના જમાઈ જોડે મહિલા ના સંબંધ છે માટે તેઓ ધરે નથી આવતાં તેમ કહેતાં તેઓ મહિલા ને મારઝુડ કરવા લાગ્યા ને મહિલા ને બચાવવાં તેમની દીકરી અને જમાઈ પર મહિલા ના પતિ એ હાથ ઉપાડ્યો હતો, માટે મહિલા તથા તેમની દીકરી એ તેમના પતિ ને સમજાવવા તાપીની 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી, તાપીની 181ની ટીમ સ્થળ પર પહોંચી ને મહિલાના પતિ ને સમજણ આપતાં જણાવેલ કે વ્યસન કરવાનું તથા મહિલા પર ખોટી રીતે વહેમ નહીં કરે તો જ તેમની પત્ની તેમની જોડે રહેવા આવશે તથા મહિલા પર હાથ ઉપાડ્યો તો કાયદાકીય કાર્યવાહી થશે તેમ સમજણ આપતાં તથા જવાબદારીનું ભાન કરાવેલ અને સુધરી જવા જણાવેલ તથા મહિલાને કોઈ પ્રકારની હિંસા કે બળજબરી નહીં કરે તેમ સમજાવેલ, મહિલા કોઈ કાર્યવાહી કરવા માંગતા ના હતાં તેઓ તેમના પતિ ને એક મોકો આપવા માંગતા મહિલાના પતિ હવે પછી મારઝુડ નહીં કરે તથા સુધરી જવાની ખાતરી આપતાં તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સમાધાન કરાવેલ છે.