ફુલવાડી ગામે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા “બાળ આરોગ્ય મેળા”ની ભવ્ય ઉજવણી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા “બાળ આરોગ્ય મેળા”ની ભવ્ય ઉજવણી કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામ ખાતે સંવાહક-દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી પ્રેરક-દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ, નવસારી દ્વારા કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામમા આયોજીત “બાળ આરોગ્ય મેળા”નું આંનદોત્સવ અને આરોગ્ય જ્ઞાન સાથે રમત-ગમ્મત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ફુલવાડી, પાટી, કોરાલા, રાજપુર, તુલસા, કંડ્રોજ, બાલંબા, કૌઠીપાડા, બેજ, ડોડવા, મૌલીપાડા, ચિખલીપાડા, કેરળી,એમ કુલ ૧૩ જેટલા ગામોની પ્રાથમિક શાળાના કુલ ૧૩૦૦ બાળકોનો સમાવેશ થયો હતો
મુખ્ય મેહમાન શ્રી અમરસિંગ પૂંજર્યાભાઈ પાડવી તાલુકા પ્રમુખ કુકરમુંડા તેમજ એલ.એમ. પાડવી સાહેબ જીલ્લા કોષાદયક્ષ સાથે યોગીતાબેન પાડવી કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્ય સાગરભાઈ વળવી ફુલવાડી પંચાયતના સભ્ય, સી.આર.સી કુકરમુંડા પાર્થિવભાઈ પટેલ હાજર રહ્યા હતા.
બાળ આરોગ્ય અંર્તગત બાળકોનું રજીસ્ટ્રશન, ગુડીબેગનું વિતરણ, વજન-ઉંચાઇ, હિમોગ્લોબિન તપાસ, આરોગ્ય તપાસ, તેજસ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ, દાંતની કાળજી, પઝલ, વિજ્ઞાનના પ્રયોગો, તંદુરસ્તી સુધી પહોચો, રીંગ ફેક,પોષણ-વિટામીન ડુંદ,હીટ ધ ટારગેટ,આર્ટ એન્ડ ડ્રાફ્ટ, શરીરના આંતરિક અંગો, આદર્શ બાળક, ગુડ ટચ બેડ ટચ, વેસ્ટ મેનેજમેન્ટ, વ્યસનમુકિત નાટક, યોગા, સારી ટેવ- ખોટી આદત, મેડિકલ કીટ, કાટુન, હેલો માસિક,આરોગ્ય અગ્રિમતા,દ્રશ્ય-શ્રાવ્ય જેવા અનેક સ્ટોલ થકી આનંદ મજા સાથે જ્ઞાન પુરું પાડવામાં આવ્યું.
બાળ આરોગ્ય મેળાની મેનેજમેન્ટ ટીમ ભાવેશ પટેલ, અમર પાડવી, રોશની પાનવાલા અને ડિમ્પલ માહોરની અને તમામ જયોતિર્ધર મહેનત અને પરિશ્રમના કારણે આ બાળ આરોગ્ય મેળો સફળ રીતે પૂર્ણ થયો હતો.