એકસ્પીરેશનલ બ્લોક નિઝર ખાતે બેટી બચાવો બેટી પઢાવો સેમીનાર અને દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો
નવજાત જન્મેલ દિકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્ર્મ કરવામા આવ્યા
–
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૨૨: તાજેતરમાં એકસ્પીરેશનલ બ્લોક નિઝરના કોઠલીભુદ્રક ગામ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત સેમીનાર અને દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્ર્મ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી – ડૉ.મનિષા એ. મુલતાનીના માર્ગદર્શન હેઠળ “આઇ.સી.ડી.એસ. કચેરઈ ખાતે યોજાયો હતો. બેટી બચાવો બેટી પઢાવો(બીબીબીપી) અભિયાન એ બાળ લિંગદરમાં થતા ઘટાડાને રોકી તેમાં વૃધ્ધિ લાવવા માટે એક હકારાત્મક પગલું છે. આ કાર્યક્ર્મ મહિલાને સશકત બનાવવા,તેમને સન્માન અને વિકાસની તકમા વૃધ્ધિ કરવા માટેનો ઉતમ પ્રયાસ છે.
આ ઉદેશ્યથી નવજાત જન્મેલ દિકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્ર્મ કરવામા આવ્યો હતો. આ કાર્યક્ર્મમા મહિલા અને બાળ અધિકારી ડૉ.મનિષા એ. મુલતાની, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિઝર-અમરસિંહ પાડવી, તાલુકા કારોબારી અધ્યક્ષશ્રી યોગીતાબેન પાડવી, તાલુકા વિકાસ અધિકારી નિઝર-આર.ડી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી કુંકરમુંડા-સુરેશચંદ્ર.એમ પટેલ. મુખ્ય સેવિકા નિઝર,કુંકરમુંડા-ભાવનાબેન, MPHW નિઝર-રવિન્દ્ર ચુનીલાલ નિકવારે સહિત વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્ર્મમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી,નિઝર-રાહુલભાઇ ડી પટેલ દ્વારા દિકરીઓની વિવિધ યોજનાકીય માહીતી અંગે માર્ગદર્શન પુરી પાડવામાં આવ્યું હતું. અને યોજનાકીય માહિતીનો લાભ વધુ થી વધુ લોકો મેળવી વ્હાલી દિકરી યોજનાના ફોર્મ સમય મર્યાદામા ભરવા અંગે લાભાર્થીઓને જાણ કરી કાર્યક્ર્મ અનુરુપ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મુખ્ય સેવિકા ભાવનાબેને મહિલા અને બાળકોને મળતા THR પેકેટ અને ધાત્રીમાતાઓને રાખવાની સાર સંભાળ વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. મહિલા અને બાળ અધિકારી ડૉ.મનિષા એ. મુલતાની દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત “બેટી બચાવો બેટી પઢાવો “ અતર્ગત મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓની માહીતી પુરી પાડી પાડી હતી.
આ પ્રસંગે DHEW ટીમ, આ.ઇ.સી,.ડી.એસ નિઝરના કર્મચારીગણ , આરોગ્ય વિભાગના કર્મચારી,નિઝર અને કોઠલીભુદ્રક, મુબારકપુર ના કર્મચારીગણ હાજર રહેલ, એકસ્પીરેશનલ બ્લોક નિઝર ખાતે કોઠલી ભુદ્રક, મુબારકપુર,આડદાની નવજાત દિકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ કરવામા આવ્યા હતા.
૦૦૦૦