વ્યારા શહેરના સ્વામિનારાયણ મંદિર પાસેના એક ઘરના ધાબા પર લાગેલ આગને એક કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરે કાબુમા લીધી

0
Screenshot_20240218_170647_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે તા: ૧૭ના રોજ સાંજનાં આશરે ૦૬:૦૫ કલાકે ધ્વનિ સંદેશા દ્વારા ધર્મેન્દ્રભાઈ પંચાલે વ્યારા ફાયર વિભાગ ને જાણ કરેલ કે વ્યારા શહેરના ઉનાઈ રોડ, સ્વામિનારાયણ મંદિરની સામેની ગલીમાં આવેલ ધર્મેન્દ્રભાઈના મકાનમા ધાબા ઉપર મુકેલ વેસ્ટ લાકડાના જથ્થામાં અચાનક આગ લાગેલ છે. જેની માહિતી મળતા તુરંત ફાયર ઓફિસરશ્રી દિગ્વિજય ગઢવી સટાફ સાથે મિનિફાયર ટેન્ડર લઈને સ્થળ પર પહોંચેલ અને આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવેલ હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other