આવતીકાલે તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે: સમગ્ર જિલ્લામાં કુલ ૪૬૮૬ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય તથા ઉચ્છલના બાબરઘાટ ખાતે *લોકાર્પણ અને ખાતમુહૂર્ત* ના કાર્યક્રમો યોજાશે
–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે
–
તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ જે તે વિધાનસભાના ધારાસભ્યસર્વેશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ આજે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યના ૩૩ જિલ્લાઓની ૧૮૨ વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાનાર છે. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.
સમગ્ર રાજ્યની સાથે સાથે તાપી જિલ્લામાં પણ ૧૦મી ફેબ્રુઆરીના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા તાપી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય તથા ઉચ્છલના બાબરઘાટ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે.
તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) અંતર્ગત કુલ-૪૬૮૬ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ ૦૩ લાભાર્થી પ્રતિભાવ રજૂ કરશે તેમજ ૦૫ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાશે. જ્યારે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે નિઝર-૧૭૨ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમમાં તાપીવાસીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
0000