તાપી જિલ્લામાં આગામી ૧૫ ફેબ્રુઆરી- ૨૦૨૪ અને ૨૨ ફેબ્રુઆરી – ૨૦૨૪ ના રોજ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે

Contact News Publisher

“કૃમિનાશક દિવસની ઉજવણી-૨૦૨૪”

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯ ભારત સરકારશ્રી દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મિંગ ( NDD)દ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળી ચાવીને ગળાવવમાં આવે છે. આ વર્ષે પણ તારીખ: ૧૫-૦૨-૨૦૨૪ના રોજ નેશનલ ડી વોર્મિંગ અને તા.૨૨-૦૨-૨૦૨૪ના રોજ મોપ-અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (૧૫ ફેબ્રુઆરી -૨૦૨૪) ના દિવસે શાળા, આંગણવાડી, પેટા કેન્દ્ર, પ્રા.આ.કેન્દ્ર, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ માઈક્રોપ્લાન તૈયાર કરી ૧ થી ૧૯ વર્ષના કુલ ૨૦૧૦૮૫ બાળકોને શાળાના મુખ્ય શિક્ષક, આંગણવાડી વર્કર અને આશાબહેનના સહયોગથી શાળામાં જતા,શાળાએ ન જતા, આંગણવાડીમાં રજીસ્ટર થયેલ અને આંગણવાડીમાં રજીસ્ટર ન હોય એવા તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળીનો ડોઝ ઉંમર પ્રમાણે આપવામાં આવશે.

તાપી જિલ્લાના તમામ ૧ થી ૧૯ વર્ષની વય સુધીના તમામ બાળકોને કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલ) આપવામાં આવે જેથી બાળકોમાં કૃમિનો ચેપ અને આયર્નની ઉણપ (પાંડુરોગ) ન થાય તે માટે તાપી જિલ્લાવાસીઓને આ ઝુંબેશમાં સહભાગી બનવા મુખ્યા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા દ્વારા અપીલ કરવામાં આવે છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other