વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન 2024 માં હાંસોટનાં ડો. જનક મોદીની ઝળહળતી સિદ્ધિ

0
IMG-20240207-WA0000
Contact News Publisher

‘વડોદરા બેસ્ટ ટાઈમ એવોર્ડ’ થી વિશેષ સન્માન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડોદરા શહેર ખાતે યોજાયેલ વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન 2024 માં મૂળ ભરૂચ જિલ્લાનાં હાંસોટ ટાઉનનાં વતની અને હાલ વડોદરા ખાતે રહેતાં ડો. જનકકુમાર મોદીએ સદર મેરેથોનમાં સહર્ષ ભાગ લઈ નિર્ધારિત અંતર 4.16 કલાકમાં સફળતાપૂર્વક પોતાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેર્યુ હતું. આ પ્રસંગે તેમની કઠોર મહેનત, કાબેલિયત, આત્મવિશ્વાસ અને સફળતાને બિરદાવી તેમને ‘વડોદરા બેસ્ટ ટાઈમ એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા હતાં. આ સાથે તેમને સર્ટિફિકેટ તથા ₹ 15,000 ની ધનરાશિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં પણ આ ક્ષેત્રે અપેક્ષિત સફળતા હાંસલ કરનાર ડો.જનકકુમારની આ સિદ્ધિને તેમનાં સ્નેહીજનો સહિત હાંસોટ મિત્રમંડળ તથા મોદી સમાજનાં અગ્રણીઓએ બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other