સરકારી જિલ્લા પુસ્તકાલય વ્યારા ખાતે ઈ-લાયબ્રેરી પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું
યુવાપેઢીને લાયબ્રેરીનો ઉપયોગ કરીને બુલંદ કારકિર્દી ઘડવા માટે અનુરોધ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS)
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨- આજે તા.12-1-24 ના રોજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તક સરકારી જિલ્લા પુસ્તકાલય વ્યારા જિ.તાપી ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મ જંયતિ પ્રસંગે સ્માર્ટ લાયબ્રેરી તથા ઈ-લાયબ્રેરી પ્રોજેકટના લોકાર્પણ રામારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ(IAS)ના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય દ્વારા નવનિયુક્ત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને લાયબ્રેરીનો ઉપયોગ કરીને બુલંદ કારકિર્દી ઘડવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે અનુરોધ કર્યો હતો.સાથે સાથે પોતાના સ્વપ્નને સાકાર કરી રોજગારી મેળવવા પણ કહ્યું હતું.
સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના શુભ દિને તેમના પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક સાહિત્યના પુસ્તકો ઉપરાંત ઝવેરચંદ મેઘાણી ઉપરાંત જનરલ નોલેજ ના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો તથા વાચકપ્રેમીઓ ઓડિયો વિઝયુલ રૂમ, બાળ વિભાગ, મહિલા વિભાગ, રિડિંગ રૂમ, ગ્રંથ ભંડાર, સંદર્ભ સાહિત્ય વિભાગ જેવા વિવિધ વિભાગોનું નિરિક્ષણ કરી અભિભુત થયા હતા. ૨૫૦૦૦ પુસ્તકો સાથે ગ્રંથાલયમાં ઇ-લાયબ્રેરી નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વાચક વર્ગ માટે વિવિધ વિષયની ૫૦૦ થી વધુ ઇ-બુકસ નો સમાવેશ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મામલતદાર શ્રી હિમાશુભાઈ સોલંકી, રમત ગમત યુવા અને સાસ્કૃતિક વિભાગ, શ્રી જે.કે. ચૌધરી, વડોદરા, શ્રી આર.ડી.પરમાર, ગાંધીનગર તેમજ ગ્રંથાલયના કર્મચારીઓ શ્રી રાહુલ દેસાઇ, પ્રકાશ પટેલ, રાકેશ વસાવા, જીગર સોની, મેહુલ ગોહિલ, ઉપસ્થિત રહ્યા હતા. મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી, સુરતના શ્રી જિજ્ઞેશભાઇ ચૌધરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રંથાલયના કર્મચારીઓએ આ પ્રસંગને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી
૦૦૦૦૦૦૦૦૦૦