માઁ શિવદૂતી સ્કૂલનાં વિધાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબીરમાં ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત ઈકોલોજિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ “ગીર ફાઉન્ડેશન” દ્રારા આયોજિત હિંગોળગઢ અભયારણ્ય ખાતે તા.૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ એમ બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વ્યારાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. પ્રકૃતિ શિક્ષણ શિબિરનાં પ્રશિક્ષક શ્રી મુકેશભાઈ દેશાણી સાહેબ તથા RFO શ્રી કે.પી.રામાણી સાહેબે વિદ્યાર્થીઓને પ્રકૃતિ શિક્ષણ શિબિરના માહિતી કેન્દ્રની મુલાકાત અને સમજૂતી આપી જંગલમાં ટ્રેકિંગ તથા વન વિસ્તારની માહિતી આપી, વિવિધ સાપ અંગે જાણકારી આપી, કેકટ્સ ગાર્ડનની મુલાકાત અને સમજ ખુબ જ સારી રીતે આપી હતી. મયાવાકી પધ્ધતિથી વૃક્ષા રોપણ કરી ઝડપી વૃક્ષોની વૃધ્ધિ કરી શકાય જે જાપાન શોધ છે. વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમાવાની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓએ આદિવાસી ડાન્સ તેમજ વિવિદ્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. બીજા દિવસે સવારે પક્ષી દર્શન,વન ભ્રમણ કરી વિવિધ રમતો રમાડી, ક્રાફટ-ક્રિએટીવીટી, નર્સરી બનાવવા વિગેરે જેવા પ્રકૃતિ શિબિરનાં ભાગ રૂપ પ્રશિક્ષણ વિદ્યાર્થીઓને આપ્યું હતુ.આ શિબિરથી વિદ્યાર્થીઓને ઘણું બધુ જોવા, શિખવા અને જાણવા મળ્યું જે વિદ્યાર્થી માટે એક યાદગાર શિક્ષણ શિબિર રહયું હતુ.