શિશુ ગુર્જરી/વિદ્યા ગુર્જરી શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા અને વિદ્યા ગુર્જરી પ્રાથમિક-માધ્યમિક શાળામાં તા.12/01/2024 ને શુક્રવારના રોજ સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિ નિમિત્તે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમ વિદ્યા ગુર્જરી શાળા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ (વ્યારા)ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યુ.
કાર્યક્રમની શરૂઆત શાળાનાં પ્રાર્થનાવૃંદ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી જય વ્યાસે સૌને શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી આવકાર્યા માનનીય શ્રી શૈલેષભાઈ ભક્ત રૂપવાડા (યુ.એસ.એ.) સામાજિક આગેવાન તથા શ્રી પિયુષભાઈ આર. ભક્ત (રૂપવાડા) મઢી સુગર ઝોન સમિતિના અધ્યક્ષશ્રી (ખેડૂત આગેવાન) એ મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી તે ઉપરાંત મા.શ્રી કુલિન શિરિષ પ્રધાન (એડવોકેટ & નોટરી) અધ્યક્ષ – એકલ અભિયાન દક્ષિણ ગુજરાત ભાગ સમિતિ તથા માન.શ્રી ચિરાગભાઈ પી. કોઠારી ટ્રસ્ટીશ્રી (અ.અ.વ્યા.પ્ર.વિ. ટ્રસ્ટ) વ્યારા અતિથિ વિશેષ તરીકે ડાયસ પર ઉપસ્થિત થયા.
માન.શ્રી કુલીન પ્રધાને પોતાના વ્યકતવ્યમાં સ્વામી વિવેકાનંદજીના જીવનનો પરિચય ટૂંકમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો. જીવનમાં રમત-ગમતનું મહત્વ સમજાવ્યું યુવાનોને સ્વામી વિવેકાનંદજી જેવા તેજસ્વી થવાની એક દિશા બતાવી એમને વંદન કરી પોતાના વકતવ્યને વિરામ આપ્યો. ઉપસ્થિત સંસ્થાના ટ્રસ્ટીશ્રી ચિરાગભાઈ પી. કોઠારી તેમજ અન્ય મહાનુભવોના હસ્તે સંસ્થા તરફથી રાષ્ટીય યુવા દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના સાધનો આચાર્યશ્રીને અર્પણ કર્યા.
આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્યના યુવા બોર્ડ(વ્યારા) ના સંયોજક શ્રી રિષિભાઈ નાયક અને શ્રી સૌરભભાઈ કોંકણી પણ ઉપસ્થિત રહ્યા. શ્રી સૌરભભાઈ કોંકણીએ સ્વામી વિવેકાનંદજીનો પરિચય રજૂ કર્યો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને રાજ્ય સરકાર તરફથી સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવશે જેની જાહેરાત સૌરભભાઈ દ્વારા કરવામાં આવી શાળાના શિક્ષિકા શ્રીમતી કિર્તિબેન રાઠોડ દ્વારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી. અને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે લીલીઝંડી બતાવી રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો.