સનાતન ધર્મ વિકાસ સમિતિ તાપી દ્વારા શબરીધામ થી ગૌમુખની યાત્રા ગૌમુખમાં સંપન્ન થઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રામ જન્મભૂમિ ના શિલાન્યાસ નો પ્રસંગ સારી રીતે સંપૂર્ણ થાય તે તે ઉપલક્ષમાં સનાતન ધર્મ વિકાસ સમિતિ તાપી દ્વારા ૧લી જાન્યુઆરી 2024 ના રોજ પૂજ્ય અસીમાનંદ સ્વામીના આશીર્વાદ લઇ નીકળેલી શબરીધામ થી ગૌમુખની યાત્રા ૯ મી જાન્યુઆરી ના રોજ ગૌમુખમાં સંપન્ન થઈ.
યાત્રા માં નવ દિવસમાં રામચરિત માનસ નું પારાયણ પૂરું કર્યું તેમજ 1072 થી વધુ હનુમાન ચાલીસા બોલાય તેમજ 500 થી વધુ હનુમાન ચાલીસા નું વિતરણ કરવામાં આવ્યું.
આ યાત્રા માં સનાતન ધર્મ વિકાસના સભ્યો દ્વારા યાત્રા તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રામ જન્મભૂમિ નો પ્રસંગ પોતાના ગામોમાં સારી રીતે ઉજવે અને સનાતન ધર્મના આદર્શ રાજા એવા શ્રી રામજીના આદર્શોની વાત ગામેગામ થઈ.
યાત્રાના પાંચથી વધુ ગામોમાં સત્સંગ અને ભજન પણ થયા, યાત્રા થી તાપીના અંતરિયાળ ગામોમાં લોકોની સનાતન ધર્મ પ્રત્યે આસ્થા વધુ જાગૃત થઈ.
ગુજરાતનો તાપી જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં દક્ષિણ સોનગઢમાં વધારેમાં વધારે સનાતન એ લોકો રહેવા છતાં પણ સનાતન ધર્મના મંદિરો સો કરતાં પણ ઓછા છે પણ વિધર્મી ધર્મના સ્થાનકો 300 થી વધુ હશે અને તે પણ પાકા સરકારી જમીનમાં અને અને સરકારી સહાયથી આજુબાજુ સૌચાલય કોમ્યુનિટી સેન્ટર પણ બન્યા છે.
અંતરિયાળ ગામોની સ્કૂલોમાં બાળકો તથા લોકો જય આદિવાસી જય દેવમોગરા માં તેમજ શ્રીરામના નામો પણ બોલતા નથી અને સનાતની લોકોને શંકા ની નજરે જોઈ છે આવી ઘણી બધી વિસંગતા ધ્યાનમાં આવી.
યાત્રા શાંતિપૂર્ણ અને એકલાસના વાતાવરણમાં પૂર્ણ થવા બદલ સનાતન ધર્મ વિકાસ સમિતિ તાપી તાપીના સરકારી તંત્ર અને શાસક પક્ષ તેમજ સનાતન જાગૃત લોકોનો આભાર માને છે. સૌનું મંગલ થાય સૌનું કલ્યાણ થાય અને સનાતન ધર્મમાં બધાની શ્રદ્ધા પુનઃ જાગૃત થાય એ જ ગૌમુખના મહાદેવને પ્રાર્થના કરાઈ હતી.