ઓલપાડ બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે એડવોકેટ એન્ડ નોટરી મનિષ પટેલે ચાર્જ સંભાળ્યો
ઉપપ્રમુખ અઝહરુદ્દીન સૈયદ, સેક્રેટરી હિતેશ આહિર, સહમંત્રી ધર્મેશ પટેલ, ખજાનચી હાર્દિક પટેલ અને ગ્રંથપાલ તરીકે રમેશ પરમાર તથા કારોબારી સહિતનાં તમામ વકીલોએ વિધિવત પદ ગ્રહણ કર્યું
(પ્રતિનિધિ દ્વારા. ઓલપાડ) : તા.22 ડિસેમ્બરનાં રોજ ઓલપાડ બાર એસોસિએશનની ચૂંટણી થઈ હતી જેમાં પ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી થઈ હતી, જ્યારે ઉપપ્રમખ, સહમંત્રી, ખજાનચી અને ગ્રંથપાલ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આજે નવા ચૂંટાયેલા પ્રમુખ મનિષ પટેલે પદ ગ્રહણ કર્યા બાદ પોતાનાં પ્રથમ વકતવ્યમાં તમામ વકીલોને એકતા જાળવવા અપીલ કરી હતી. સાથે તેમણે મત આપનારા વકીલોને પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગને દીપાવવા માટે સુરત બાર એસોસિએશન 2023 નાં ઇન્ચાર્જ પ્રમુખ અમર વી. પટેલ, સેક્રેટરી હિમાંશુ આઇ. પટેલ તથા સહમંત્રી સાગર જરીવાલા હાજર રહ્યાં હતાં.
2023 નાં ઓલપાડ વકીલ મંડળનાં પ્રમુખ સંજય કે. પટેલે સહયોગ બદલ ઓલપાડ વકીલ મંડળનાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથેજ જ્યુડિશિયલ વિભાગનો આભાર માની જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનાં વિવાદ વિના વર્ષ પુરું થયું છે જે આપણા સૌ માટે આનંદની વાત છે.
આ પ્રસંગે 2024 નાં નવા ચૂંટાયેલા પ્રમુખ મનિષ પટેલે ઓલપાડમાં એડીશનલ ડીસ્ટીકટ કોર્ટ લાવવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં રજૂઆત કરવાની તથા વકીલોનો કોઈપણ પ્રશ્ન હોય તો તેમને રૂબરૂ મળી તેમનાં પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. પ્રમુખે 11 સભ્યોની કારોબારી સમિતિ બનાવી હતી. જેમાં સિનિયર એડવોકેટ 1. ભગવતીભાઈ પી. પટેલ 2. રાજેશ વી. પરમાર 3. પંકજકુમાર આર. પટેલ 4. સંજયકુમાર કે. પટેલ 5. બળવંતભાઈ આર. પટેલ 6. અતુલભાઈ આઇ. પટેલ 7. નટવરભાઈ બી. પટેલ 8. મણીલાલ બી. પટેલ 9. હર્ષદ ટી. પટેલ 10. નિલેશ એન. સુરતી તથા 11. ઉષ્માબેન એન. પટેલનો સમાવેશ થાય છે. જે તમામને હાજર વકીલોએ વધાવી લીધાં હતાં.