સુરત જિલ્લાની આંગણવાડી બહેનોને ટીચિંગ લર્નિંગ મટીરીયલની તાલીમ આપવામાં આવી
ઓલપાડ, દિહેણ, બારડોલી, મહુવા, માંડવી વગેરે સ્થળોએ 1640 આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી હતી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નાની વયનાં બાળકો માટેનાં શિક્ષણ અને પોષણની વ્યવસ્થા ઉપરાંત ગર્ભવતી મહિલાઓને કુપોષણથી સુરક્ષિત રાખવા જેવાં અનેકવિધ કાર્યો કે જે આંગણવાડીઓ કરી રહી છે. તેની સાથે જોડાયેલ વર્કર બહેનોને ટીચિંગ લર્નિંગ મટીરીયલન તાલીમ આપવામાં આવી હતી.
તાલીમવર્ગમાં TLM માસ્ટર ટ્રેનર્સ ખ્યાતિ ભટ્ટ, કૌશિકા પટેલ, પ્રવિણા પટેલ, હીના પટેલ, ઉર્વશી ધારિયા, ભાવેશ વસાવા, જાસ્મીન પટેલ, દિક્ષિતા ડોડીયા અને શ્વેતા પટેલ દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક મુદ્દાસર તાલીમ આપવામાં આવી હતી. નાના ભૂલકાઓ પા.. પા.. પગલી માંડતાં આગળ વધીને પોતાનાં જીવનકાળ દરમ્યાન કંઈ નવું શીખે મળે તે માટે ઉપરોક્ત તજજ્ઞ બહેનોએ તાલીમાર્થીઓને આહવાન કર્યુ હતું.