વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન
તાપી જિલ્લા વિકાસ અધિકરીશ્રી વી.એન.શાહની વિશેષ ઉપસ્થિતી
–
મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાકિય લાભો વિતરણ કરાયા
–
ઉપસ્થિત સૌએ ભારતને ૨૦૪૭ સુધી વિકસિત બનાવવાના સંકલ્પ લીધા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.૦૨: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે તાપી જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. તાપી જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લઇ કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકરીશ્રી વી.એન.શાહ વિશેષ ઉપસ્થિત રહી ગ્રામજનોને વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો-સહાય વિતરણ કરાયા હતા. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત વર્ણવી હતી. ઉપસ્થિત સૌએ ભારતને ૨૦૪૭ સુધી વિકસિત બનાવવાના શપથ લીધા હતા. ગ્રામજનો સહિત જિલ્લા વિકાસ અધિકરીશ્રી વી.એન.શાહે વિવિધ યોજનાકિય સ્ટોલ નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે વ્યારા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, વ્યારા ટીડીઓશ્રી તથા આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000
.