વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારા તાલુકાના વાંસકુઇ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રથનું કરાયું સ્વાગત
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતિ
–
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું
–
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકિય લાભો વિતરણ કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ : કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો છેવાડાના નાગરીક સુધી પહોંચે તેવા આશયથી સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાંસકુઇ ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભોથી વાકેફ કરાવતા જણાવ્યું હતું કે, આપણા સમાજ અને ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભો મળી રહે તથા ગ્રામજનોનો વિકાસ થાય તે માટે અને તમામ ગ્રામજનો ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના કાર્યમાં સહભાગી થાય એ હેતુથી આ રથ યાત્રા આપણા ઘર આંગણે આવી છે.જેનો સૌ કોઇએ લાભ લેવો જોઇએ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
ઉપસ્થિત સૌએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડ્રોન નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાથમિક શાળા વાંસકુઇની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.તથા ગામની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ અંતર્ગત નાટક રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રી, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી, સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
0000