પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-બોરખડી ખાતે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૭- પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-બોરખડી, જી.તાપી તથા વારલી ચિત્રકળા સંવર્ધન ગ્રુપ – વ્યારા, જિ. તાપી નાં સંયુક્ત ઉપક્રમે આદિવાસી વિસ્તારનાં અને ખાસ ચિત્રકલામાં રસ ધરાવતા તેમજ વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. 25/12/23 થી તા. 27/12/23 દિન-3 દરમિયાન વારલી ચિત્રકળાનાં વર્કશોપ નું આયોજન કરવામા આવ્યુ હતુ. જેનો મુખ્ય હેતુ વારલી ચિત્રકળાના વિચાર વિસ્તાર તથા યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિની ખીલવણી કરી તેને પ્રોત્સાહન પુરુ પાડવુ તથા ભવિષ્યમાં તેઓ વારલી ચિત્રકળા ક્ષેત્રે વ્યવસાયિક કૌશલ્ય કેળવી આર્થિક રીતે પગભેર થાય તેવા શુભ આશય હતો. ભારત સરકાર તથા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે ત્યારે નવરચિત અને સૂચિત વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ – વ્યારા, જિ. તાપીનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. જેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસી ભીંત ચિત્રકળા એવી વારલી ચિત્રકળા નાં વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી કલાને પ્રોત્સાહન આપે છે તથા ભવિષ્યમાં તેઓ એક કલાકાર તરીકે ની નામના મેળવે અને આર્થિક રીતે પગભેર થાય તેવા યથાર્થ પ્રયત્નો કરી રહ્યા છે.
તા.25/12/23 થી તા. 27/12/230 દરમિયાન રોજ 3 થી 5 વાગ્યે સુધી પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય – બોરખડી, જી.તાપીનાં 40 જેટલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલશ્રી દિપકભાઈ વર્માની પ્રેરણા થી અને શ્રી યોગેશભાઈ ચૌધરી, TGT ART નવોદય વિદ્યાલય, બોરખડીનાં આયોજન હેઠળ તજજ્ઞ તરીકે શ્રી મહેશભાઈ ચૌધરી, વારલી આર્ટિસ્ટ, વેડછી, તા. વ્યારા, જિ. તાપી અને શ્રી હસમુખભાઈ ચૌધરી, વારલી આર્ટિસ્ટ, કેળકુઈ તા. વ્યારા, જિ. તાપી દ્વારા માનવપાત્રો, પશુ, પક્ષી, ઘર અને વ્રુક્ષનાં આકારોનું રેખાંકન, ગ્રામ્ય જનજીવનનાં નાના-નાના પ્રસંગો, ક્રીયાઓ, ઉત્સવ, વાર-તહેવાર દ્રશ્યોને આવરી લેતાં ચિત્રોનું સર્જન કરાવી અને તેમાં આકર્ષક રંગો દ્વારા વારલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યુ હતું.
આ સાથે શ્રી યોગેશભાઈ ચૌધરી, લેકચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વઘઈ, જિ. ડાંગ દ્વારા વારલી ચિત્રકળા નો ઉદભવ, તેની લાક્ષણિકતા અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આમ તજજ્ઞશ્રીઓ દ્વારા વારલી ચિત્રની પાયાની સમજ અને પ્રાયોગિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વારલી ચિત્રકળા સંદર્ભે માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતું. કાર્યક્રમનાં અંતમાં તા.27/12/23 નાં રોજ વોલ પેઇન્ટિંગ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા વારલી પેઈન્ટીગનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.
વારલી ચિત્રકળા વર્કશોપની સફળતા પૂર્વક પાર પાડવા બદલ તથા સહયોગ બદલ વારલી ચિત્રકળા સંવર્ધન ગૃપ. વ્યારા, જિ. તાપીનાં તજજ્ઞશ્રીઓનો શ્રીદિપકભાઈ વર્મા, પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય-બોરખડી, જી.તાપી દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other