ગુણસદા ગામે પધારેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” મા સહભાગી થતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

Contact News Publisher

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા: સોનગઢ તાલુકો”

સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની ગેરેન્ટી સાથે પહોંચેલા રથનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત

આ યાત્રા વંચિત લાભાર્થીઓ સુધી યોજનાકીય માહિતી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે : મંત્રીશ્રી હળપતિ

રાજ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

ગુણસદાથી નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩: સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી હળપતિએ જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમુદાયની સાચા અર્થમાં દરકાર લીધી છે.

મંત્રીશ્રી જણાવે છે કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવળી રાજ્ય સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના અંતિમ અને વંચિત માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સરકારે આદિજાતિઓની દરકાર લઈને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, આવસિય, ખેતીલક્ષી, મહિલાલક્ષી અનેક યોજનાઓ અમલી બનાવીને આદિવાસી સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ દીકરા-દીકરીઓના વિદેશ અભ્યાસના સપનાને સાકાર કરવા માટેની રૂ. ૧૫ લાખની લોન સહાય અંગેની ચર્ચા કરી હતી. સરકારે લોકકલ્યાણમાં આશય સાથે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવા મંત્રીશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે પણ ગ્રામજનોને સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સંકલ્પ યાત્રા ના માધ્યમથી ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીના પ્રેરક ઉદબોધન અને યોજનાઓની માહિતીસભર ટૂંકી ફિલ્મ નિહાળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટેની પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુણસદાથી નવમા સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સેવાસેતુ કાર્યકમની ૫૬ જેટલી યોજનાઓની જાણકારી આપીને નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ આરોગ્ય, આઇસીડીએસ સહિત સંબંધિત વિભાગના ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ખેડૂતોએ ડ્રોન ટેક્નોલોજીની મદદથી નેનો યુરિયા – દવાના છંટકાવ અંગેનું ડેમોસ્ટ્રેશન નિહાળીને સંબંધિત વિભાગના પ્રતિનિધિ પાસેથી ઝિણવટ ભરી માહિતી મેળવી હતી.

“મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ “ધરતી કરે પુકાર કે” થીમ હેઠળ પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે પ્રેરક સંદેશો આપતું નુકકડ નાટક નિહાળ્યું હતું. વધુમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભ અંગે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતની સિધ્ધિઓ, લાભાર્થીઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા-બાળકોને પ્રમાણપત્ર, સહાય તેમજ સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ઇ. અધિક નિવાસી કલેકટર શ્રી સાગર મોવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી માહલા, મામલતદાર શ્રી નલીની ચાંપાનેરીયા, સોનગઢ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.ગાવીત, જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારી, કર્મયોગીઓ, સરપંચશ્રી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other