સાંઢકુવા ગામે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
તાપી જિલ્લાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે ત્યારે સાચો હકદાર લાભાર્થી વંચિત ન રહી તે જાય તેવી પારદર્શક સરકાર છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. અંતરિયાળ વિસ્તારના લોકોએ પારંપારિક ઢોલ વગાડી રથ સાથે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સંકલ્પ યાત્રામાં ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકાસશીલ દેશોની હરોળમાં મુકવા ગ્રામજનોએ સંકલ્પ લીધા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ ગ્રામજનોને સ્થાનિક બોલીમાં સંબોધતા જણાવ્યું હતું કે આપણાં લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના ગામથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકારની ૧૬ જેટલી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો ઉદૃદેશ્ય છે. ગરીબ પરિવાર લાભનો સાચો હકદાર બની લાભથી વંચિત ન રહી જાય તેવી પારદર્શક સરકાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાત્રતા ધરાવતા તમામ લોકો સુધી લાભ પહોંચે તેવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આરોગ્યનું સુરક્ષા કવચ પુરૂ પાડી રહી છે. મોટી બિમારીઓ થી બચવા રૂા.૧૦ લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. સાંઢકુવા ગામે ૯૬ ટકા લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.કોરોના મહામારી દરમિયાન ભારત સરકારની અન્ન યોજના ગરીબ પરિવારોની વ્હારે આવી. હજુ બીજા ૫ વર્ષ સુધી આ યોજના લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ,આંગણવાડીની ટી.એચ.આર.,પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,કિસાન સન્માન નિધિ જેવી યોજનાની ગેરંટી આપને મળી છે. તમામ લોકોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ છે.
સાંઢકુવા ગામે વડપાડા પ્ર ટોકરવા પ્રા.શાળાની બાલિકાઓએ પ્રાર્થના,સ્વાગત,આદિવાસી નૃત્ય રજુ કર્યું હતું.યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.સબ સેન્ટ બોરકુવા-પ્રા.આરોગ્ય કેન્દ્ર,ગુનખડી દ્વારા સિકલસેલ એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ,આયુષ્યમાન ભારત,સંકલિત બાળ વિકાસ,પી.એમ.જે.એ.વાય- મા યોજના,તેમજ આંગણવાડી દ્વારા આંતર રાષ્ટ્રિય મીલેટ્સ ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો અર્પણ કરાયા હતા.ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ નિદર્શન કરાયું હતું. તેમજ યોજનાકીય પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે સરપંચશ્રી અનિલભાઈ,ખડકા ચીખલી સરપંચ બીપીનભાઈ,ખાંજર સરપંચ માનસીંગભાઈ સહિત શાળાના શિક્ષકો,આરોગ્ય તથા આંગણવાડી કાર્યકર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦