વિદેશ અભ્યાસ અને વિદેશમાં રોજગાર બાબતે“ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઈન્ફોર્મેશન” માટે સેમિનાર યોજાયો
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,વ્યારા-તાપી અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઈન્ફોર્મેશન સેન્ટર,વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ બનાવવા,વિદેશ અભ્યાસ,અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવા માટે ઓવરસીઝ સેમીનાર યોજાયો હતો.જેમાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સેમિનારના પ્રમુખ વક્તાશ્રી નિશાંત જોષીએ ઓવર્સિસ કાઉન્સીલર દ્વારા “સેફ એન્ડ લિગલ માઈગ્રેશન”બાબતે વિસ્તૃત માર્ગદર્શન સાથે પાસપોર્ટ બનાવવા, વિદેશમાં રહેલ અભ્યસક્રમો,અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના આચાર્યશ્રી ડૉ.રાજેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઉજવળ કારકિર્દી માટે વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરીના કરીયર કાઉન્સીલર વિનોદ મરાઠે અને વિરલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યકરમાં સંચાલન સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના અધ્યાપ અને પ્લેસમેન્ટ ઓફીસરશ્રી ડૉ.હિરેન કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
00000