તાપી જિલ્લાના જન ધન ખાતા ધારકો માટે બેંકમાં તારીખો નિયત કરાઈ
ખાતા ધારકોની બિનજરૂરી ભીડ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : ભારત સરકારશ્રી દ્વારા જણાવ્યા મુજબ, મહિલા જન ધન ખાતામાં ₹ 500/- ની ઉપાડ માટે તારીખ નીચે દર્શાવ્યા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયત કરવામાં આવી છે.
જે ખાતા ધારકના બેન્ક એકાઉન્ટના અંતિમ અંકો 0 અને 1 છે, તેમને માટે તારીખ 03/04/2020 છે.
બેન્ક એકાઉન્ટના અંતિમ અંકો 2 અને 3 માટે તારીખ 04/04/2020 છે.
બેન્ક એકાઉન્ટના અંતિમ અંકો 4 અને 5 માટે તારીખ 07/04/2020 છે.
બેન્ક એકાઉન્ટના અંતિમ અંકો 6 અને 7 માટે તારીખ 08/04/2020 છે.
બેન્ક એકાઉન્ટના અંતિમ અંકો 8 અને 9 માટે તારીખ 09/04/2020 છે.
તા: ૯/૦૪/૨૦૨૦ પછી પણ બેંકમાંથી પૈસા ઉપાડી શકાશે, આ તારીખો માત્ર ને માત્ર બેંકમાં બિનજરૂરી ભીડ ન થાય અને “કોરોના” વાયરસનું સંક્રમણ ન થાય તેને ધ્યાને રાખીને કરવામાં આવેલ છે, તો તેમાં તમામ ખાતા ધારક ગ્રાહકોને સહયોગ આપવા કલેકટરશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
વધુમાં સરકારશ્રી દ્વારા જન ધન ખાતામાં મળવાપાત્ર સહાય ₹ 500/- ઉપર જણાવેલ તારીખના એક દિવસ પહેલાં ખાતામાં જમા કરવામાં આવશે, જેની પણ સૌને નોંધ લેવા જણાવાયું છે.
–
જોરદાર
આપણી મેટર લઈ લેજો.૧૦૦૦૦૦/- c.m. relief fund Tapi jilla shala sanchalak Mandal. Vyara. Tapi.
And
૨૫૦૦૦/- p.m cares funds Tapi jilla lok vigyan Kendra. Vyara. Tapi.
KETAN SHAH. મહામંત્રી
Ketan Shah. director.