તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત શ્રીમતી અરુણાબેન અશ્વિનભાઇ ગામીતે રજુ કર્યા પોતાના પ્રતિભાવો
’મેરી કહાની મેરી ઝુબાની’:ડોલવણ તાલુકો
–
પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી સમય બચવાની સાથે સ્વાસ્થય પણ સારૂ રહે છે. -લાભાર્થી અરુણાબેન ગામીત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૦૯: કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ખાતે ‘મેરી કહાની મેરી ઝુબાની’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ પ્રસંગે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પરંપરાગત ઈંધણની જગ્યાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણ રહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થી શ્રીમતી અરુણાબેન અશ્વિનભાઇ ગામીતે પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થી અરુણાબેને જણાવ્યું હતું કે, મારી પાસે ગેસ કનેકશન ન હતું ત્યારે બળતણ તરીકે લાકડા અને છાણાનો ઉપયોગ કરતા હતા તેમા સમય પણ વેડફાતો હતો. લાકડાના ધુમાડાના કારણે તબીયત પણ બગડતી અને રસોઇ બનતા વાર પણ ખુબ લાગતી હતી. પરંતું હવે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મને વિના મુલ્યે ગેસ સીલીન્ડરનો લાભ મળવાથી સમય પણ બચે છે અને આરોગ્ય પણ સારૂ રહે છે. તેમણે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના માટે સરકારશ્રી તથા તાપી જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦