સોનગઢ અને વ્યારા તાલુકાના લીઝ ધારકોના બિનઅધિકૃત ખનીજ વહન જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર ભુસ્તર વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ

Contact News Publisher

Bhustસોનગઢ તાલુકામાં કુલ-૦૭ વાહનો પકડતા કુલ રૂ.૭,૪૮,૩૦૧/- તથા વ્યારા તાલુકા કુલ-૦૪ વાહનો પકડતા કુલ રૂ.૪,૬૬,૬૧૪/- દંડકીય રકમ વસુલાત કરવામાં આવી છે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૦૮ તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં સાદીરેતી ખનીજની કુલ-૪૧ લીઝો આવેલી છે. જે ચોમાસાની ઋતુ દરમ્યાન લીઝોમાં ખાણકામ બંધ હોય છે. હાલમાં ચોમાસાની ઋતુ પુર્ણ થયેલ હોવાથી લીઝધારકો દ્વારા લીઝોમાં ખાણકામ પુન:ચાલુ કરવામાં આવેલ છે.

આ લીઝધારકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તે માટે ભુસ્તર શાસ્ત્રીની કચેરીથી આ વિસ્તારોમાં અવાર-નવાર આકસ્મિક ચેકીંગની કામગીરી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે સોનગઢ તાલુકાના ડોસવાડા, આનંદપુર, ઝરણપાડા, હીરાવાડી, ખેરવાડા, બંધારપાડા વિગેરે વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃત ખનીજ વહન કરી રહેલ કુલ-૦૭ વાહનો પકડવામાં આવ્યા છે જેની દંડકીય રકમ રૂ.૭,૪૮,૩૦૧/- વસુલાત કરવામાં આવી છે.

વ્યારા તાલુકાના પાંચપીપળા, આંબાપાણી, ચિખલી-ભેંસરોટ, બામળામાળ વિગેરે વિસ્તારોમાં ચેકીંગ દરમ્યાન બિનઅધિક્રુત ખનીજ વહન કરી રહેલ કુલ-૦૪ વાહનો પકડવામાં આવેલ જેની દંડકીય રકમ રૂ.૪,૬૬,૬૧૪/- વસુલાત કરવામાં આવેલ છે.

આમ ભુસ્તર વિભાગ દ્વારા
1. સોનગઢ તાલુકામાથી સીઝ થયેલા વાહનો જીજે-૧૫-એટી-૭૫૭૭ તા.૧૭.૪.૨૦૨૩ સોનગઢ ગામથી પકડાતા રૂ.૩૫૯૪૨/-રકમ ૧૯.૦૪.૨૦૨૩ વસુલાત કરવામાં આવી

2. ડીએન-૦૯-આર-૯૯૪૫ તા.૨૯.૪.૨૦૨૩ દેવલવાડા ગામથી પકડાતા રૂ. ૨૩૨૨૧૪/- રકમ તા.૦૩.૦૫.૨૦૨૩ વસુલવામાં આવી.

3. જીજે-૦૯-ઝેડ-૧૧૫૨ તા.૨૦.૦૫.૨૦૨૩ હિરાવાડી ગામથી પકડાતા રૂ.૧૩૬૧૮૪ /- રકમ ૨૫.૦૫.૨૦૨૩ વસુલાત,

4. જીજે-૧૬-ડબલ્યુ-૭૮૨૧ તા.૨૪.૦૬.૨૦૨૩ ડોસવાડા ગામથી પકડાતા રૂ.૧૩૨૬૫૬ /- રકમ તા. ૨૭.૦૬.૨૦૨૩ વસુલાત કરાઇ,

5. જીજે-૦૫-બીવ્હી-૩૫૪૦ ગાડી આનંદપુરથી તા.૦૨.૦૮.૨૩ પકડાતા રૂ.૨૧૭૯૩૬ /- વસુલાત ૧૧.૦૮.૨૦૨૩ કરવામા આવી.

6. ગાડી નં જીજે-૦૬-એટી-૬૭૪૮ તા.૧૩.૦૯.૨૩ ખેરવાડાથી પકડાતા રૂ.૮૫૫૩૨ની દડંકિય રકમ તા.૧૩.૧૦.૨૩ વસુલાત કરવામાં આવી,

7. ડીડી-૦૧-એમ-૯૮૮૦ નં વાહન તા.૦૬.૧૦.૨૩ બંદરપાડાથી પકડાતા રૂ. ૬૪૫૨૪ ની દંડકિય વસુલાત તા.૦૭.૧૦.૨૩ કરાઇ.

8. તેવી જ રીતે વ્યારા તાલુકામાં જીજે-૨૧-ડબલ્યુ-૭૦૭૬ વાહન ૩૧.૦૩.૨૦૨૩ ધમોડીથી પકડાતા રૂ.૧૭૧૭૩૩ની દંડકિય રકમ તા. ૦૩.૦૪.૨૩ વસુલવામા આવી

9. જીજે-૨૧-વી-૧૪૧૫ ગાડી ૨૪.૦૫.૨૩ના રોજ ઉંચામાળાથી પકડતા રૂ.૧૩૯૧૬૮ રકમ તા.૨૫.૦૫.૨૩ વસુલવામાં આવી હતી.

10. જીજે-૧૫-એક્સ-૮૭૨૪ વાહન ચિખલવાવ ખાતે થી ૨૪.૦૫.૨૩ પકડાતા તેની દંડકિય રકમ રૂ. ૪૫૬૫૬ તા.૨૬.૦૫.૨૩ વસુલાત કરવામાં આવી હતી.

11. જીજે-૦૫-બીએક્સ ૯૬૩૬ વાહન તા. ૦૫.૧૦.૨૦૨૩ માયપુરથી પકડાતા તેની દંડકિય વસુલાત રૂ.૧૪૨૨૩૬ તા.૦૬.૧૦.૨૦૨૩ કરવામાં આવી હતી.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other