તાપી જિલ્લામાં ધારા ૧૪૪ ની મુદ્દત લંબાવાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા: ૨: વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ “કોરોના” વાયરસ COVID-19 ને PANDEMIC જાહેર કરેલ છે. ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વખતો વખતની માર્ગદર્શિકાઓને ઘ્યાનમાં લઇ કોરોના વાયરસનો ચે૫ ગુજરાતમાં ફેલાય નહિ તેની વિશેષ કાળજી લેવા ગુજરાત સરકાર તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે.
જેના અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે તાપી જિલ્લામાં તા.૨૦/૦૩/૨૦૨૦ના રોજ જાહેરનામુ પ્રસિઘ્ઘ કરી, જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવા આવેલ છે. તદ ઉ૫રાંત તા.૨૩/૦૩/૨૦૨૦ના રોજ ગુજરાત સરકાર ઘ્વારા તથા તા.૨૪/૦૩/૨૦૨૦ના રોજ ભારત સરકાર ઘ્વારા ૫ણ કોરોના વાયરસને નિયંત્રણમાં મુકવાનાં હેતુથી જાહેરનામા પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે. સદરહું જાહેરનામામાં ૫ણ અગત્યની સુચના/માર્ગદર્શન આ૫વામાં આવેલ છે.
જેથી તા.૨૦/૦૩/૨૦૨૦નાં રોજ પ્રસિઘ્ઘ કરવામાં આવેલ જાહેરનામાની સમયમર્યાદ તા.૩૧/૦૩/૨૦૨૦નાં રોજ પુર્ણ થવાથી સદરહું જાહેરનામાની મુદ્દત વઘારવી જરૂરી જણાય છે.
સબબ, તાપી જિલ્લામાં કોરોના વાયરસનો ચે૫ ફેલાતો અટકાવવા તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવેલ ઉકત જાહેરનામાની અમલવારી સારૂ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.બી.વહોનિયા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે જે મુજબ,

૧, સમગ્ર તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીશ્રીની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.

૨, મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટ્યગૃહ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. આ ઉ૫રાંત પાનનાં ગલ્લા, ચાની દુકાન (ટી-સ્ટોલ) તેમજ અન્ય ખાણી-પીણીની લારીઓ બંઘ રાખવાની રહેશે.

૩, જીમ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સ્વીમીંગ પુલ, ડાંસ ક્લાસીસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

૪, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા.

૫, તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ભોજનાલયના સંચાલકોએ COVID-19 વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઇજીન/સેનીટેશનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે. તથા માત્ર હોમ ડીલીવરી/પાર્સલની સેવા જ ચાલુ રાખી શકાશે.

૬, કોઇપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

૭, સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના મુજબ તાપી જિલ્લાના હદ વિસ્તારના તમામ જીમ્નેશીયમ, વોટર પાર્ક, ઓડિટેરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશન કલબ બંધ રાખવાના રહેશે.

૮, તાપી જિલ્લા હદ વિસ્તારમાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે.

૯, જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાઇરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તે અંગે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે, (૨૪×૭) કંટ્રોલ રૂમ નં.૯૧-૧૧-૨૩૯૭૮૦૪૬ અથવા હેલ્પ લાઇન નં.૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

આ હુકમની અમલવારી તા.૩૧/૦૩/૨૦૨૦ના ક.૦૦.૦૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ના ક.૨૪.૦૦. સુધી કરવાની રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવતી તમામ સુચનાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
આ હુકમ સરકારી ફરજ ઉ૫રના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ રક્ષા સંબઘિત વિભાગો, CAPF, તિજોરી, EPFO, જાહેર ઉ૫યોગિતાઓ, આપાત કાલિન સેવાઓ, વિજળી સંબઘિત સેવાઓ, ટપાલ વિભાગ, હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ઘ-સરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવાઓ, જીવન જરૂરી આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દુઘ, ફળફળાદી, શાકભાજી, માંસ અને માછલી, કરીયાણું તથા અનાજની દુકાનો, અનાજ દળવાની ઘંટી, બેકરી, પેટ્રોલપંપો, એલ.પી.જી., પેટ્રોલીયમ અને ગેસની રીટેઇલ અને સ્ટોરેજ આઉટલેટસ, મેડીકલ સ્ટોર, હોસ્પીટલ્સ, મેડીકલ કલિનિકસ, મેડીકલ લેબોરેટરીઝ, નર્સિગ હોમ, રેડ ક્રોસ સોસાયટી તથા આરોગ્ય સંબઘિત ઉત્પાદકો/વિક્રેતાઓ, ૫શુ આહાર/ઘાસચારો, રાસાયણીક ખાતરો, જંતુનાશક દવાઓ, ગ્રોસરી તથા હાઇજીન વસ્તુઓ, ઇ-કોમર્સ, માસ્ક, સેનીટાઇઝર, બેંકો તથા ઇન્સ્યોરન્સ ઓફિસો, એ.ટી.એમ., પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયા તથા વર્તમાન૫ત્ર ડીલીવરી, ટેલીફોન, ઇન્ટરનેટ અને પ્રસારણ-કેબલ સર્વિસ, વિગેરેના ઉત્પાદકો, વિક્રેતાઓ તથા તેની સાથે સંકળાયેલ વ્યકિતઓ, ઇલેકટ્રીસીટી વિતરણ ઉત્પાદન યુનિટો અને સેવાઓ, આવશ્યક/અનાવશ્યક ચીજ-વસ્તુઓનું ૫રીવહન તથા કોલસો તથા ખનીજ ૫દાર્થો તેમજ સ્ટીલ, એલ્યુમિનીયમ, કો૫ર, સિમેન્ટનાં ઉત્પાદન, ૫રિવહન તેની સાથે સંકળાયેલ અન્ય માલ-સામગ્રી તેમજ સાઘન-સામગ્રીની હેરફેર સાથે સંકળાયેલ વ્યકિતઓ, ફાયર, કાયદો અને વ્યવસ્થા તથા ઇમરજન્સી સેવાઓ, પાણી, સેનીટેશન તથા જેઓ કાયદેસરની ફરજ ઉ૫ર હોય તેવા અઘિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા અત્રેથી અથવા સક્ષમ અઘિકારીશ્રીની મંજુરી મેળવનારને તથા સ્મશાનયાત્રાને લાગુ ૫ડશે નહી.
ઉ૫રોકત હુકમનો ઉલ્લંઘન કરનાર ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવેલ છે, જેની જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *