આવાસ યોજનાનો લાભ મળ્યો, અમે પાકુ ઘર બનાવી પરિવાર સાથે ખુશહાલ જિવન જીવીએ છીએ—લાભાર્થી શાંતિલાલભાઇ ચૌધરી
મેરી કહાની ”મેરી ઝુબાની’-તાપી
–
આવાસ યોજનાનો લાભ મળ્યો, અમે પાકુ ઘર બનાવી પરિવાર સાથે ખુશહાલ જિવન જીવીએ છીએ—લાભાર્થી શાંતિલાલભાઇ ચૌધરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.02 વ્યારા તાલુકાના રૂપાવડા ગામના રહેવાસી અને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી શાંતિલાલભાઇ ચૌધરીએ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં મને એક લાખ વીસ હાજર રૂપિયા 3 હપ્તામાં ચુકાવામાં આવ્યા હતા. પહેલો હપ્તો ત્રીસ હજારનો, બીજો હપ્તો ચાળીસ હજાર, અને ત્રીજો હપ્તો પચાસ હજારનો મળ્યો હતો.
પહેલા અમે કાચા લિપણ વાળા ઘરમાં રહેતા હતા પરંતુ પ્રધાન મંત્રી આવાસ યોજના દ્વારા આવાસનો લાભ મળ્યો અમે પાકું મકાન બનાવ્યું છે. હવે સુંદર મઝાના પાકા મકાનમાં પરિવાર સાથે ખુશાહાલ જીવન જીવીએ છીએ. જેના માટે સરકારશ્રી અને જિલ્લા વહિવટી તંત્રના આભરી છું.
0000